હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ખેર નથી, મોદી સરકારે બોર્ડર માટે લીધો મોટો નિર્ણય

દેશની સીમાઓ પર હવે એડવાન્સ ફેન્સિંગનો પહેરો રહેશે. કારણ કે, ભારત સરકારી સીમા સુરક્ષા વ્યવસ્થિત કરવામાં જઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર (india bangladesh border) પર નવી ફેન્સિંગ થવા જઈ રહી છે, જેને કાપવુ બહુ જ મુશ્કેલ છે. એટલે કે, હવે બાંગ્લાદેશની સીમાથી દેશમાં કોઈ ઘૂસણખોરી નહિ કરી શકે.

Updated By: Jan 11, 2020, 06:08 PM IST
હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ખેર નથી, મોદી સરકારે બોર્ડર માટે લીધો મોટો નિર્ણય

અમદાવાદ :દેશની સીમાઓ પર હવે એડવાન્સ ફેન્સિંગનો પહેરો રહેશે. કારણ કે, ભારત સરકારી સીમા સુરક્ષા વ્યવસ્થિત કરવામાં જઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર (india bangladesh border) પર નવી ફેન્સિંગ થવા જઈ રહી છે, જેને કાપવુ બહુ જ મુશ્કેલ છે. એટલે કે, હવે બાંગ્લાદેશની સીમાથી દેશમાં કોઈ ઘૂસણખોરી નહિ કરી શકે.

બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો  

પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સિલચર સેક્ટરના લાઠી ટીલા પાસે બાંગ્લાદેશ બોર્ડર પર 7 કિલોમીટર લાંબી ફેન્સિંગ લગાવવામાં આવી છે. જે અંદાજે 14 કરોડ 30 લાખના ખર્ચે લગાવવામા આવી છે. એટલે કે એક કિલોમીટર એન્ટીકટ ફેન્સિંગની અંદાજિત કિંમત 1 કરોડ 99 લાખ રૂપિયા હશે. ભારત બાંગ્લાદેશની સીમા પર નવી ફેન્સિંગ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશની દરેક સીમા પર હવે આ ફેન્સિંગ લગાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડર બાદ ભારત-પાકિસ્તાનની સીમા પર પણ એન્ટીકટ ફેન્સિંગ હશે.

પાક્કી દુશ્મનાવટ નિભાવી મમતાએ, PMને એરપોર્ટ પર રિસીવ કરવા ન પહોંચ્યા

દેશની સીમાઓ પર હવે એડવાન્સ ફેન્સિંગનો પહેરો રહેશે. કારણ કે, ભારત સરકાર સીમા સુરક્ષા વ્યવસ્થિત કરવાના પ્લાનિંગમાં છે. ભારત બાંગ્લાદેશ બોર્ડર પર નવી ફેન્સિંગ કરવામા આવી રહી છે, જેને કોઈ પણ ઘૂસણખોર કાપી નહિ શકે. જેથી હવે દેશમાં થઈ રહેલી ઘૂસણખોરી પર પણ રોક લગાવી શકાશે. 

એક કિલોમીટર એન્ટીકટ ફેન્સિંગની અંદાજિત કિંમત 1.99 કરોડ રૂપિયા છે. ભારત બાંગ્લાદેશની સીમા પર નવી ફેન્સિંગ લગાવવાનું કામ ચાલુ છે. જે જલ્દી જ શરૂ થઈ જશે. સતત વધી રહેલી ઘૂસણખોરીને પગલે સરકારે આ નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....