હવે કોરોનાની તપાસ થશે ઝડપી, PM મોદી કરશે આ નવી સુવિધાઓની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારના નોઇડા, મુંબઇ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 (COVID-19) પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ધાટન કરશે. જેનાથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતાને વધારો મળશે. બીમારીની વહેલી તકે તપાસ શક્ય બનશે અને સમય જતાં સારવાર ઝડપી બનશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારના નોઇડા, મુંબઇ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 (COVID-19) પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ધાટન કરશે. જેનાથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતાને વધારો મળશે. બીમારીની વહેલી તકે તપાસ શક્ય બનશે અને સમય જતાં સારવાર ઝડપી બનશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી જણાવવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી થતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ષન ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ રહેશે.
આ પણ વાંચો:- ભાજપનો હેતુ સ્પષ્ટ, ચૂંટાયેલી સરકારોને હટાવવાના કરી રહ્યા છે પ્રયાસ: પ્રિયંકા ગાંધી
નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સુવિધાઓથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતામાં વધારો અને તેનાથી બીમારીની વહેલી તકે તપાસ શક્ય બનશે અને સમય જતાં સારવાર ઝડપી બનશે. આ પ્રકાર આ સુવિધાઓથી કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રિત કરવામાં સહાયતા મળશે.
10,000થી વધારે નમૂનાનું પરીક્ષણ કરવામાં સક્ષમ
આ ત્રણ ઉચ્ચ ક્ષમતાની પરીક્ષણ સુવિધાઓને વ્યૂહાત્મક રીતે આઇસીએમઆર- રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા, નોઈડા, આઇસીએમઆર- રાષ્ટ્રીય પ્રજનન સ્વાસ્થ્ય સંશોધન સંસ્થા, મુંબઇ, અને આઇસીએમઆર- રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા, કોલકાતામાં રોજ સ્થાપિત કરવામાં આવી છે. 10,000થી વધુ નમૂનાઓ ચકાસવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો:- કોરોનાના સંકટમાં પરિવારના તમામ સભ્યોએ કરી આત્મહત્યા, જાણો સુસાઇડનું આ છે કારણ
આ સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળાઓમાં આરોગ્ય કર્મચારીઓને સંક્રમણ ડાયગ્નોસ્ટિક મટિરિયલથી સુરક્ષિત કરવામાં અને તેમના ટર્નઅરાઉન્ડ સમયને ઘટાડવામાં મદદ કરશે.
આ પ્રયોગશાળાઓ કોવિડ ઉપરાંતના અન્ય રોગોની પણ ચકાસણી કરી શકશે અને મહામારી સમાપ્ત થયા પછી, હેપેટાઇટિસ બી અને સી, એચ.આય.વી, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, સાયટોમેગાલો વાયરસ, ક્લેમીડિયા, નિસેરિયા, ડેન્ગ્યુ વગેરેની પણ તપાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube