ભાજપનો હેતુ સ્પષ્ટ, ચૂંટાયેલી સરકારોને હટાવવાના કરી રહ્યા છે પ્રયાસ: પ્રિયંકા ગાંધી

રાજસ્થાનમાં રાજકીય સંકટ (Rajasthan Political Crisis) જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ (Congress) દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી (BJP) પર રાજસ્થાનની ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.
ભાજપનો હેતુ સ્પષ્ટ, ચૂંટાયેલી સરકારોને હટાવવાના કરી રહ્યા છે પ્રયાસ: પ્રિયંકા ગાંધી

નલી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ (Rajasthan Political Crisis) જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ (Congress) દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી (BJP) પર રાજસ્થાનની ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંકટના સમયે નેતૃત્વની ઓળખ થાય છે. કોરોનાના રાષ્ટ્રીય સંકટમાં દેશને જનહિતમાં કામ કરનારના નેતૃત્વની જરૂર છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારોને હટાવવાના પ્રયત્ન કરી તેમનો હેતુ અને તેમના પાત્રને સ્પષ્ટ કરી દીધું છે. જનતા જવાબ આપશે.

मगर केंद्र की भाजपा सरकार ने जनता द्वारा चुनी गई सरकारों को गिराने की कोशिश कर अपनी मंशा और अपना चरित्र साफ कर दिया है।

जनता जवाब देगी। #SpeakUpForDemocracy

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 26, 2020

તમને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટે બળવાખોર વલણ અપનાવ્યું છે. સચિન પાયલટના સમર્થનમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો છે. આ સાથે જ કોંગ્રેસનું કહેવું છે કે સચિન પાયલટ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હટાવવા માટે કાવતરું ઘડી રહી છે.

ત્યારે રાજસ્થાનમાં રાજકીય સંકટને લઇને કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી આ મામલે દેશના તમામ રાજ્યોમાં રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનથી પહેલા પાર્ટીએ એક ઓનલાઇન અભિયાન પણ ચલાવ્યું છે. 'લોકશાહીનો અવાજ' નામથી કોંગ્રેસ સમગ્ર દેશમાં આજે ઓનલાઇન અભિયાન ચલાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news