હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :પાટનગર દિલ્હી(Delhi) માં ક્રાઈમ રેટ (Crime rate) કેટલો ઉંચો ગયો છે, અને દિલ્હીમાં દિનદહાડે કેવા ક્રાઈમ બને છે તેનો મોટો અનુભવ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ભત્રીજી સાથે થયો છે. પીએમ મોદીની ભત્રીજી દમયંતી મોદી (Damayanti Modi) સાથે દિલ્હીમાં પર્સ ચોરીનો બનાવ બન્યો છે. દમયંતીબેન મોદી સાથે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમૃતસરથી દિલ્હી આવ્યા બાદ ગુજરાતી સમાજ ભવન (Gujarati Bhavan) બહાર રીક્ષાથી ઉતરતા જતા હતા ત્યારે તેમનું પર્સ ચોરીને ફરાર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઈવેટ પાર્ટમાં 90 લાખનું સોનુ છુપાવ્યું હતું, સુરત એરપોર્ટ પર શારજહાંથી આવેલો પકડાયો યુવક 


પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતી મોદી આજે શનિવારે સવારે અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. તેમનો દિલ્હીમાં બહુ જ ખરાબ અનુભવ થયો હતો. દિલ્હીમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલ ગુજરાતી સમાજમાં દમયંતી મોદીએ રુમ બૂક કરાવ્યો હતો. તેઓ જૂની દિલ્હીથી રીક્ષામાં પરિવારની સાથે ગુજરાતી ભવન પહોંચ્યા હતા. તેઓ જેમ ગેટ પર ઉતર્યા, તેમ સ્કૂટી પર સવાર બે બદમાશો તેમનું પર્સ ચોરીને ફરાર થયા હતા.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ લેવા જશે


દમયંતીબેને આ મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પર્સમાં અંદાજે 56 હજાર રૂપિયા, 2 મોબાઈલ અને કેટલાક મહત્વના દસ્તાવેજ હતા. સાંજે તેઓને અમદાવાદની ફ્લાઈટ પકડવાની હતી. ડીસીપી નોર્થ મોનિકા ભારદ્વાજે આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :