પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેમણે રંગનાથ રામાયણના છંદ પણ સાંભળ્યા જે તેલુગુમાં છે. અત્રે જણાવવાનું કે વીરભદ્રને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. વીરભદ્ર મંદિર 16મી સદીમાં  બનાવવામાં આવ્યું હતું જેમાં વિજયનગર કાળની વાસ્તુકલા જોવા મળે છે. લેપાક્ષીનું રામાયણમા ખાસ સ્થાન છે. એવું કહેવાય છે કે લેપાક્ષી એ જગ્યા છે જ્યાં માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહેલા રાવણ સાથે જટાયુ ભીડી જતા ગંભીર રીતે ઘાયલ થયા બાદ પડ્યા હતા. મોત વેળાએ જટાયુએ ભગવાન રામને એ જણાવ્યું કે માતા સીતાને રાવણ દક્ષિણ બાજુ લઈને ગયો હતો. ત્યારબાદ ભગવાન રામે તેમને મોક્ષ આપ્યો હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube