નવી દિલ્હી : દિલ્હીના રામલીલા મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)ની રેલી છે. રેલીમાં લગભગ દોઢ લાખ લોકો ભેગા થાય એવી સંભાવના છે. બીજેપી (BJP)એ દિલ્હીની 1734 અવૈદ્ય કોલોનીની મામલે યોગ્ય પગલા લેવા બદલ પીએમ મોદીનો આભાર માનવા માટે રામલીલા મેદાન (Ramlila Maidan)માં સવારે 11 વાગ્યે રેલીનું આયોજન કર્યું છે. આ રેલીથી પીએમ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માટે પાર્ટીના અભિયાનનું બ્યુગલ ફુંકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA, NRC વિરૂદ્ધ દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ પ્રદર્શન, સોનિયા, રાહુલ ગાંધી થશે સામેલ


દિલ્હીમાં અવૈદ્ય કોલોની મામલે નિર્ણય લેવાના કારણે લગભગ 40 લાખ લોકોને માલિકી હક મળવાનો રસ્તો સાફ થયો છે. પ્રધાનમંત્રીનું સભા સ્થળ દિલ્હીના દરિયાગંજ થાણાથી લગભગ એકાદ કિલોમીટર જ દૂર છે. આ રેલીમાં કોઈ સમસ્યા ઉભી ન થાય એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા છે અને એની પર દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની કરડી નજર છે. 


ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ


દેશના ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે, "વડાપ્રધાન મોદીની આ બેહદ સંવેદનશીલ સભામાં લગભગ દોઢ લાખ લોકો હાજરી આપે એવી સંભાવના છે. નિયમાનુસાર પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી ભલે એસપીજીની હોય પણ પોલીસતંત્ર પણ ખડે પગે છે. આ જનસભા દિલ્હી પોલીસની સીમામાં થઈ રહી હોવાના કારણે પોલીસ પણ સતર્ક છે. હજી ગણતરીના કલાકો પહેલાં જ દરિયગંજ વિસ્તારમાં તંગદિલી હતી અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ સંજોગોમાં પોલીસની જવાબદારી વધી ગઈ છે." 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા કરો ક્લિક...