CAA, NRC વિરૂદ્ધ દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ પ્રદર્શન, સોનિયા, રાહુલ ગાંધી થશે સામેલ
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act) વિરૂદ્ધ દેશભરમાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શનો વચ્ચે હવે કોંગ્રેસ રવિવારે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરશે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા ધરણા પ્રદર્શનમાં ભાગ લેશે. કોંગ્રેસનું ધરણા-પ્રદર્શન બપોરે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી હશે.
બીજી તરફ છે રાજ્સ્થાન કોંગ્રેસ પણ રવિવારે રાજધાની જયપુરમાં શાંતિ પદપાત્રા માર્ચ કાઢશે. સીએમ અશોક ગેહલોત પોતે તેનું નેતૃત્વ કરશે. એડિશનલ પોલીસ કમિશનર અજયપાલ સિંહે મીડિયાને જણાવ્યું કે જયપુર શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા કાઢવા જઇ રહેલા શાંતિ માર્ચમાં ઘણી એનજીઓ, રાજકીય પક્ષો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિ સામેલ થશે. Md રોડ પર સવારે 10 વાગ્યા સુધી આ બધા લોકોને એકઠા કરશે અને અલ્બર્ટ હોલ પહોંચશે. અહીંથી તે જલસા શાંતિ માર્ચનું રૂપ લઇને બપોરે 1 વાગ્યા સુધી ગાંધી સર્કલ પહોંચશે જ્યાં સભાનું આયોજન કરવામાં આવશે. આ શાંતિ માર્ચનું નેતૃત્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે કરશે.
બીજી તરફ નાગરિકતા એક્ટના નામે દેશના કેટલાક ભાગોમાં હિંસા ચાલી રહી છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં આજે પણ પ્રદર્શન થયા. દિલ્હીમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 55 ધરપકડ કરવામાં આવી છે. સીલમપુર હિંસા આરોપીઓને 14 દિવસ જેલમાં મોકલવામાં આવ્યા છે. દરિયાગંજના આરોપીઓને 2 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ કોર્ટે આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા એક્ટને લઇને હિંસા વિરૂદ્ધ યોગીની પોલીસે એક્શન લીધી છે. હિંસા ફેલાવવાના આરોપમાં 705 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપી ઓપી સિંહે કહ્યું હિંસા ફેલાવનારને છોડવામાં આવશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે