સુરક્ષામાં છીંડા: પંજાબમાં 15-20 મિનિટ સુધી ફસાયો PM Modi નો કાફલો, ફિરોજપુરા રેલી રદ
પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફસાયેલો રહ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી/ચંદીગઢઃ પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પીએમની સુરક્ષામાં ક્ષતિના કારણે ફિરોઝપુરમાં રેલી રદ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ને રદ્દ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે (PM Narendra Modi Punjab Visit) જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવી પડી હતી.
ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે જવાનો નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન ચોખ્ખું થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો ન થયો તો નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ માર્ગે નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.
LPG Subsidy: રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારે બનાવ્યો જોરદાર પ્લાન? હવે કોને મળશે પૈસા
15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા PM મોદી
નિવેદન અનુસાર, 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ પછી પીએમ મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.
કારમાં CNG Kit લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? ભૂલથી પણ કરશો નહી આ 4 ભૂલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિગતવાર માંગ્યો હતો અહેવાલ
ગૃહ મંત્રાલયે કહ્યું, "પંજાબ સરકારને પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષા ક્ષતિ પછી ભટિંડા એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રદર્શનકારીઓ સાથે પોલીસની મિલીભગતઃ જેપી નડ્ડા
પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફસાયેલો રહ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જઈ રહેલા પીએમ મોદીની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલીમાં સામેલ થતાં અટકાવવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાની ના પાડી દીધી.
આમલેટ બનાવી રહ્યો હતો દુકાનદાર, ત્યારે ઇંડામાંથી બચ્ચું નિકળીને કૂદવા લાગ્યું, આશ્વર્યજનક Video
ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત થવાની હતી
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની રેલી સાથે જ પંજાબમાં ભાજપના ચૂંટણી પ્રચાર શરૂઆત કરવાના હતા. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી ફિરોઝપુરમાં પીજીઆઈના સેટેલાઇટ સેન્ટર સહિત લગભગ રૂ. 42,750 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા અને પછી ફિરોઝપુરમાં જ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વમાં છેલ્લા ઘણા દિવસોથી રેલીની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ પીએમ મોદી સાથે મંચ પર પહોંચવાના હતા.
ખેડૂતોના ગુસ્સાને શાંત કરવામાં વ્યસ્ત છે ભાજપ
પંજાબમાં કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે કાયદાઓ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ આંદોલનમાં 700 જેટલા મૃત્યુને કારણે ખેડૂતોનો ગુસ્સો યથાવત છે. તેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામ ગણાવી રહી છે. જેમાં કરતારપુર કોરિડોર ખોલવું, શીખ વિરોધી રમખાણોના આરોપીઓ સામે કાર્યવાહી, GSTમાંથી લંગરને મુક્તિ, અફઘાનિસ્તાનમાંથી શીખોની પરત ફરવું વગેરેનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube