LPG Subsidy: રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારે બનાવ્યો જોરદાર પ્લાન? હવે કોને મળશે પૈસા
ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર મળી શકે છે. અત્યારે નવા વર્ષ પર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થયો નથી. ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: LPG Subsidy: ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર મળી શકે છે. અત્યારે નવા વર્ષ પર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થયો નથી. ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા ચાલી રહી છે.
LPG સિલિન્ડરની વધતી મોંઘવારી અંગે સરકારના મંતવ્યો હજુ સામે આવ્યા નથી. પરંતુ સરકારના આંતરિક મૂલ્યાંકનમાં (Internal Assessment) તેના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડરને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે. પ્રથમ કાં તો સરકારે સબસિડી વિના સિલિન્ડર સપ્લાય કરવા જોઈએ. બીજું અમુક સિલેક્ટેડ ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે.
સબસિડી અંગે સરકારની શું યોજના છે?
સબસિડી આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 10 લાખ રૂપિયાની આવકનો નિયમ અમલમાં રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસિડી સમાપ્ત થઈ શકે છે.
અત્યારે શું છે સબસિડીની શું સ્થિતિ?
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલીક જગ્યાએ એલપીજી પર સબસિડી બંધ કરી દેવામાં આવી છે અને આ નિયમ મે 2020થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થયા બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, આ સમય સુધી સરકારે એલપીજી સિલિન્ડર પરની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી નથી.
સબસિડી પર ઘણો ખર્ચ કરે છે સરકાર
નાણાકીય વર્ષ 2021 દરમિયાન સબસિડી પર સરકારનો ખર્ચ 3,559 રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. વાસ્તવમાં આ DBT સ્કીમ હેઠળ છે, જેની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રાહકોએ બિન-સબસિડીવાળા LPG સિલિન્ડરની સંપૂર્ણ રકમ ચૂકવવાની હોય છે. ત્યારે સરકાર દ્વારા ગ્રાહકના બેંક ખાતામાં સબસિડીના નાણાં પરત કરવામાં આવે છે. આ રિફંડ સીધું હોવાથી સ્કીમને DBTL નામ આપવામાં આવ્યું છે.
સતત વધી રહ્યા છે ભાવ
ગેસ સિલિન્ડરના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા વર્ષમાં હજુ સુધી ઘરેલુ ગેસના ભાવ અંગે કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે