નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વારાણસીમાં રોડ શો કર્યો. રોડ શો પહેલા તેમણે કાશી હિન્દુ યુનિવર્સિટીની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર માળાઅર્પ કરી. રોડ શો પહેલા જ કાશીના રસ્તાઓ ભગવામય થઇ ગયા. 26 એપ્રીલે ઉમેદવારી પત્ર પહેલા ભારતીય જનતા પાર્ટી વારાણસીમાં પોતાનું શક્તિપ્રદર્શન કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019  (lok sabha elections 2019) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રીલે પોતાનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા આજે (25 એપ્રીલ) ના રોજ મેગા રોડશો કર્યો હતો. રોડશો અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કાશીના ભાઇઓ અને બહેનોને મળવાની એક તક મળી. હર હર મહાદેવ. 7 કિલોમીટર લાંબા આ મેગા રોડશો માટે વારાણસી સંપુર્ણ તૈયાર દેખાઇ રહ્યું છે. કરોડો લોકો વારાણસીના માર્ગ પર ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીએ વરાણસી પહોંચીને BHUની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પીત કરી હતી. વડાપ્રધાને અહીં જનતાનું અભિવાદન કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને રોડ શો ચાલુ કર્યો હતો. 


2 કલાક 20 મિનિટનાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી ગંગા આરતી માટે દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા. તેમનું અહીં પહોંચવાનાં કાર્યક્રમ આશરે 7 વાગ્યે હતો, પરંતુ રોડશોનાં કારણે તેઓ ગંગા આરતીમાં 07.40 મિનિટ પર પહોંચી શક્યા. આ અગાઉ ગંગા ઘાટ પર આરતી શરૂ થઇ ચુકી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી યોગી અને મહેન્દ્રનાથ પાંડેયે આરતીમાં ભાગ લીધો હતો. ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદી સાથે ગંગા પુજા પણ કરી હતી. 


ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદી દશાશ્વમેઘ ઘાટથી રવાના
દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કર્યા બાદ વડાપ્રધાન મોદી ત્યાંથી રવાના થઇ ચુક્યા છે. આ દરમિયાન તેમણે ત્યાં હાજર સેંકડો લોકોનું હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. હવે કાલણે વડાપ્રધાન વારાણસી સંસદીય સીટથી ઉમેદવારી પત્ર દાખલ કરશે. 


પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ વારાણસીથી નહીં લડે ચૂંટણી, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ


પીએમ મોદીનો આ રોડ શો પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા સ્થળથી શરૂ થશે અને દશાશ્વમેઘ ઘાટ પર ખતમ થશે. આ દરમિયાન તેમની સાથે 52 વીવીઆઈપીઓ પણ હાજર રહેશે. પીએમ મોદી આ રોડ શો બાદ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...