નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેઠક કરી હતી. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર હતા. નીતિ આયોગના સભ્યો અને કેબિનેટ સચિવે પણ બેઠકમાં ભાગ લીધો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કોવિડ 19ની સ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓના પ્રયત્નોના વખાણ કરતાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મહામારીને કાબૂમાં કરવા માટે અન્ય રાજ્ય સરકારો પણ આ રીત અપનાવે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર મોદીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી તેમાં આ ટિપ્પણી કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


પીએમ મોદીએ સાર્વજનિક સ્થળો પર સાફ સફાઇ અને સામાજિક અનુશાસનના પાલનની જરૂર પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે મહામારી વિશે વ્યાપક જાગૃતતા ફેલાવવી જોઇએ અને સંક્રમણના પ્રકોપને રોકવા માટે સતત સારવાર માટે ભાર મુકવો જોઇએ. નિવેદન અનુસાર પીએમ મોદીએ કહ્યું કે આ સંબંધમાં સંતુષ્ટ થવાની કોઇ ગુંજાઇશ નથી. 


પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે વધુ સંક્રમણ દરવાળા તમામ રાજ્યો અને સ્થળો પર તાત્કાલિક રાષ્ટ્રીય સ્તરની દેખરેખ અને દિશા-નિર્દેશોની વ્યવસ્થા હોવી જોઇએ. નિવેદન અનુસાર ''પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કોરોના મહામારીની સ્થિતિ પર નિયંત્રણ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓના પ્રયત્નોની પ્રશંસા કરી. 


તેમાં કહેવામાં આવ્યું કે તેમણે આ નિર્દેશ ભાર મૂક્યો કે સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં કોવિડ 19 મહામારી પર કાબૂ મેળવવામાં અન્ય રાજ્યો સરકારોને પણ આ પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ. બેઠકમાં અમદાવાદમાં, 'ધન્વન્તરી રથ'ના માધ્યમથી દેખરેખ અને ઘરે ઘરે જઇને દર્દીઓની દેખભાળ કરવાના 'સફળ ઉદાહરણ'નો પણ ઉલ્લેખ કર્યો અને અન્ય જગ્યાઓ પર તેને અપનાવી શકાય છે એમ સૂચન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube