નવી દિલ્હી: સંવિધાન દિવસના અવસર પર બોલતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે, આમ આદમી સંવિધાનની સૌથી મોટી તાકાત છે. લોકતંત્રમાં તમામની આસ્થા જરૂરી છે અને આપણે મળીને લક્ષ્ય સુધી પહોંચવાનું છે. તેમણે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ પર ભાર મુકતાં કહ્યું કે જનકલ્યાણની યોજનાઓનો લાભ તમામને મળવો જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે'
દિલ્હીમાં આયોજિત સંવિધાન દિવસ સમારોહમાં બોલતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આઝાદી માટે જીવવા મરનાર લોકોએ જે સપના જોયા હતા, તેમના સપનાના પ્રકાશમાં વધુ હાજરો વર્ષોથી ભારતની મહાન પરંપરાને સાચવતાં, આપણા સંવિધાન નિર્માતાઓએ આપણને સંવિધાન આપ્યું. જે દેશ લગભગ ભારતની સાથે આઝાદ થયો તે આજે આપણા કરતાં આગળ છે, એટલે કે હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે. આપણા સંવિધાનમાં સમાવેશ પર કેટલો ભાર મુકવામાં આવ્યો છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ બાદ પણ મોટી સંખ્યામાં દેશના લોકો બહિષ્કરણ (એક્સક્લૂઝન)ને ભોગવવા માટે મજબૂર છે. 


'આપણી પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત એક'
પીએમ મોદીએ કહ્યું કે તે કરોડો લોકો જેમના ઘરોમાં શૌચલાય પણ ન હતું, વિજળીના અભાવે અંધારામાં પોતાની જીંદગી વિતાવી રહ્યા હતા તેમની તકલીફ સમજીને તેમનું જીવન સરળ બનાવવા માટે પોતાને ખપાવી દેવા હું સંવિધાનનું સાચું સન્માન ગણું છું. તેમણે કહ્યું કે આપણા બધાની અલગ-અલગ જવાબદારીઓ, કામ કરવાની રીત પણ અલગ અલગ હોઇ શકે  છે પરંતુ આપણી આસ્થા, પ્રેરણા અને ઉર્જાનો સ્ત્ર્ત એક જ છે-આપણું સંવિધાન.

સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને આપી મંજૂરી, આ તારીખથી શરૂ થશે સર્વિસ


'સંવિધાને હંમેશા આપણી મદદ કરી'
સંવિધાન દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે એક યુગમાં સોને કી ચિડિયા કહેવાતા ભારત ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો. એવા સમયમાં દેશને આગળ વધારવામાં સંવિધાન હંમેશા આપણી મદદ કરતો રહ્યો. તેમણે કહ્યું સૌથી મોટો લાભ શું થયો છે એ પણ આપણે સમજવાનું રહેશે. જે બે કરોડથી વધુ લોકોને પોતાનું પાકુ ઘર મળી ગયું છે, રસોઇ ગેસ મળે છે. 50 કરોડથી વધુ લોકોને 5 લાખ સુધીની મફત સારવાર સુનિશ્વિત કરી છે, તે ગરીબોના જીવનની મોટી ચિંતા ઓછી થઇ ગઇ છે. 

Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી


'ભેદભાવ વિના વિકાસ કર્યો'
પીએમ મોદીએ કહ્યું કે સંવિધાન માટે સમર્પિત સરકાર, વિકાસમાં ભેદ કરતી નથી અને તે અમે કરીને બતાવ્યું છે. તમે પણ અનુભવ કર્યો હશે જ્યારે સરકાર કોઇ એક વર્ગ માટે કંઇ કરે છે મોટી ઉદારવાદી કહેવાય છે પરંતુ હું હૈરાન છું કે જ્યારે કોઇ સરકાર બધા મઍતે કામ કરે છે તો તેને મહત્વ આપવામાં આવતું નથી. ક્યારેક ક્યારેક તેનો ઉલ્લેખ થતો નથી. કેવી રીતે દરેક રાજ્ય વર્ગનું ભલુ થાય તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. પ્રધાનમંત્રી ગત 7 વર્ષોમાં ભેદભાદનો વિકાસ કર્યો છે. નેશનલ હેલ્થનો સર્વે જણાવે છે કે જ્યારે કામ કરવામાં આવે તો અસર થાય છે. પુરૂષોની તુલનામાં પુત્રીઓ વધી રહી છે અને ઘણી બધી વસ્તુઓ છે જેના પર અમે સારું કામક અરી રહ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube