છોકરીઓના લગ્નની ઉંમરમાં ફેરફારની તૈયારી, PM મોદીએ કહી આ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જલદી જ છોકરીઓની લગ્નની મીનિમમ ઉંમરમાં ફેરફાર કરવા પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જલદી જ છોકરીઓની લગ્નની મીનિમમ ઉંમરમાં ફેરફાર કરવા પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે શિક્ષણમાં છોકરીઓનો કુલ નામાંકન રેશિયો દેશમાં પહેલીવાર છોકરાઓની તુલનામાં વધુ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે ગત છ વર્ષોમાં સરકાર દ્વારા આ દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોના કારણે આ થઇ શક્યું છે.
કૃષિ સુધારાથી ખેડૂતોની આવક વધશે
આ ઉપરાંત પીએમએ તાજેતરમાં જ કરવામાં આવેલા કૃષિ સુધારાને દેશમાં કૃષિ ક્ષેત્રના વિસ્તાર અને ખેડૂતોની આવક વધારવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય અને સરકારી ખરીદ દેશની ખાદ્ય સુરક્ષાનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેને ચાલું રાખવું જરૂરી છે તથા તેના માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની 75મી વર્ષગાંઠના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કહી. આ અવસર પર તેમણે 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ ઇશ્યૂ કર્યો. સાથે જ તાજેતરમાં વિકસિત કરવામાં આવેલા આઠ પાકની 17 જૈવ સંવર્ધિત પ્રકારને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા.
પ્રધાનમંત્રીએ આ દરમિયાન પોતાના સંબોધનમાં કુપોષણ વિરૂદ્ધ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અને કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાને લઇને વિસ્તારથી પોતાની વાત રાખી અને કહ્યું કે દેશમાં નિરંતર એવા સુધારા કરવામાં આવી રહ્યા છે. જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ખેડૂતોને મળશે નવા વિકલ્પ
પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા કાયદા બની જતાં ખેડૂતોને નવા વિકલ્પ પણ મળશે. દેશના જે નાના ખેડૂતની મંડીઓ સુધી પહોંચ ન હોવાના કારણે પહેલાં મજબૂરીમાં વચોટિયાને પોતાની ઉપજ વેચતા હતા. હવે બજાર સ્વયં નાના નાના ખેડૂતોના દરવાજા સુધી પહોંચશે.
તેમણે કહ્યુંક એ તેનાથી ખેડૂતોને વધુ ભાવ તો મળશે જ, વચેટીયાને દૂર કરવાથી ખેડૂતોને પણ રાહત મળશે અને સામાન્ય ખરીદારોને પણ. એટલું જ નહી આપણા યુવાનો છે, તે એગ્રો સ્ટાર્ટઅપ્સના રૂપમાં ખેડૂતો માટે આધુનિક વ્યવસ્થા બનાવે, તેના માટે પણ નવા રસ્તા ખુલશે.
PM એ ગત સરકાર પર તાક્યું તીર
કુપોષણના વિષય પર ગત સરકારો દ્વારા કરવામાં આવેલા કામને સીમિત ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી બધી કમીઓના કારણે દેશને આ દિશામાં અપેક્ષિત સફળતા મળી નથી. તેમણે કહ્યું કે કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ તેમની સરકારે ગુજરાતના અનુભવોથી મલ્ટીફંકશન રણનીતિ પર કામ કર્યું. કુપોષણ વધવાના કારણોને જોતાં સ્વચ્છ ભારત મિશન, દરેક ઘર શૌચાલય, મિશન ઇંદ્રધનુષ, જેવા અભિયાનોની શરૂઆત કરવામાં આવી.
કોરોના કાળમાં સરકારના કામોનો ઉલ્લેખ
કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન સરકાર દ્વારા લોકોને મફર રાશન ઉપલબ્ધ કરાવવાના કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ ચિંતાઓ વચ્ચે ભારત ગત 7-8 મહિનાઓથી લગભગ 80 કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે 'આ દરમિયાન ભારતે લગભગ-લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાના અનાજ ગરીબોને વહેંચ્યું છે. તેમણે કહ્યું કે સંક્રમણ કાળમાં જ્યાં આખી દુનિયા સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતના ખેડૂતોએ આ વખતે ગત વર્ષના ઉત્પાદનના તમામ રેકોર્ડ તોડી દીધા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube