નવી દિલ્હી: જાપાનના ઓસાકામાં ચાલી રહેલી G-20 સમિટની બેઠકથી પહેલા ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ ‘જય’ (JAI) થાય છે. તેમણે કહ્યું કે, ભારત, જાપાન અને અમેરિકાની મિત્રતાએ દુશ્મનોના હોશ ઉડાવી દીધા છે. આ ત્રણેય દેશ લોકતંત્રના પ્રતિ સમર્પિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- G-20 સમિટ: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે યોજાઇ બેઠક, આ 4 મુદ્દા પર થઇ ચર્ચા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો બેની સાથે ત્રિરક્ષીય બેઠક કરી હિંદ-પ્રશાંત વિસ્તારમાં પહોંચ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સુધાર પર ગંભિર ચર્ચા કરી હતી. ઓસાકામાં G-20 સમિટ શરૂ થવાની પહેલા ત્રણ નેતાઓની વચ્ચે આ વાતચીત થઇ હતી. જાપાન, અમેરિકા અને ઇન્ડિયા (JAI) ત્રિપક્ષીય સમૂહની વચ્ચે બીજી બેઠક છે. ત્રિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ સમૂહમાં ‘ભારતના મહત્વ’ પર વધારે ભાર આપ્યો.


વધુમાં વાંચો:- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી


વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, ચર્ચાની મુખ્ય થીમ હિંદ-પ્રશાંત હતી, આ ત્રણેય દેશો કેવી રીતે પહોંચે, માળખાગત વિકાસ, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા અને આ નવી કલ્પનાને બનાવવા માટે એકસાથે કામ કરી શકે છે. વડાપ્રધાન કાર્યાલયથી ટ્વિટ કરવામાં આવ્યું ‘સારા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.’ જ્ય ત્રિપક્ષીય બેઠક ઓસાકામાં યોજાઇ છે. વડાપ્રદાન શિન્ઝો આબેએ નેતાઓનું સ્વાગત કર્યું. ટ્રમ્પે વડાપ્રધાન મોદી અને આબેને ચૂંટણી જીત પર શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ‘જય’માં ભારતની મહત્વતાને રંખાકિત કર્યુ છે.
(ઇનપુટ એજન્સી)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...