આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી

ઓસાકામાં શરૂ થયેલી G-20 શિખર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પની સાથે ઇરાન, 5જી, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ.

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી

નવી દિલ્હી: ઓસાકામાં શરૂ થયેલી G-20 શિખર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પની સાથે ઇરાન, 5જી, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતની શુભેચ્છાઓ આપી. પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે તે દરમિયાન કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત થશે, અમે લોકતંત્ર અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.

— ANI (@ANI) June 28, 2019

વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશોની બેઠકમાં કહ્યું કે, આતંવાદ આજે માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આ માત્ર માસૂમોની જાન નહીં પરંતુ તે આર્થિક વિકાસ અને સામાજિક શાંતિ પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. આપણે આતંકવાદની મદદ કરનાર દરેક માધ્યમોને રોકવાની જરૂરીયાત છે. જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘જય’ (JAI) છે. મેક ઇન ઇન્ડિયાના મંત્રની સાથે ભારત, અમેરિકા અને જાપાન આગળ વધી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતનો મંત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news