નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ધુઆંધાર રેલી કરી રહ્યાં છે. આ રેલીઓમાં લોકોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે. તેમના ચાહકો તેમને સાંભળવા અને જોવા માટે કોઇપણ કિંમત પર રેલીમાં પહોંચી જાય છે. આવો જ નજારો રવિવારે પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Video: રેલીમાં ખાલી ખુર્શીઓની તસવીર ક્લિક કરવા પર કોંગ્રેસ વર્કરોએ પત્રકારને માર માર્યો


અહીં ભાજપની ચૂંટણી રેલી કરવા પહોંચ્યા પીએમ મોદીને સંભાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. લોકોથી રેલીનું મેદાન ઠસોઠસ ભરાઇ ગયું હતું. પીએ મોદીના સમર્થનમાં લોકો નારા લગાવી રહ્યાં હતા. પીએમ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યાં હતા, પરંતુ ત્યારે તેમણે મંચ પરથી કહેવું પડ્યું કે, દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે.


વધુમાં વાંચો: દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો


મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી


તેમણે વધુમાં કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે હું ક્યારેક ફરી અહીં આવીશ, આ ચૂંટણીમાં નહીં તો, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પણ હું આવીશ. તમારા દર્શન ફરી કરીશ. પરંતુ અત્યારે તમે જ્યાં છો, ત્યાં રોકાઇ જાઓ. આગળ આવવાનો પ્રયત્ન ના કરો.


વધુમાં વાંચો: CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...