એવું શું થયું કે PM મોદી સ્ટેજ પરથી ઉતરીને કાર્યક્રમની છેલ્લી સીટ પર જતા રહ્યા?
ભાજપના આ વર્ગમાં પાર્ટીના સાંસદોને સંયમીત વર્તન અંગેના પાઠ ભણાવવામાં આવશે
નવી દિલ્હી : સંસદીય પ્રક્રિયાઓમાં ભાગ લેવા દરમિયાન સાંસદોને સંયમીત વર્તન અને સારા આચરણના ઉદ્દેશ્યથી ભાજપનાં બે દિવસીય ફરજીયાત ઓરિએન્ટેશન કાર્યક્રમની શનિવારે શરૂઆત થઇ હતી. આ કાર્યક્રમની આગેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા કરી રહ્યા છે. ભાજપે કાર્યક્રમને અભ્યાસ વર્ગ નામ આપ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પોતાનાં જ સાંસદોને ચોંકાવી દીધા છે.
ITની તપાસમાં ફસાયા MP ના 30 ધારાસભ્યો, દોષીત ઠરશે તો કમલનાથ સરકાર પર સંકટ!
વડાપ્રધાન, પાર્ટી અધ્યક્ષ મોટે ભાગે મંચ પર જ રહે છે. પરંતુ આ અભ્યાસ વર્ગમાં એક સત્ર દરમિયાન વડાપ્રધાન પોતે પણ સાંસદો સાથે પાછળની હારમાળમાં જઇને બેસી ગયા હતા. તેમણે ત્યાંથી જ સત્ર સાંભળ્યું હતું. તેમની આગળની પંક્તિમાં દિલ્હીના સાંસદ મનોજ તિવારી બેઠા હતા. મનોજ તિવારીએ જ પોતે વડાપ્રધાન સાથેની આ તસ્વીર શેર કરી હતી.
શ્રીનગર હવાઇ ટિકિટ મોંઘી, તંત્રએ ગરજના ભાવ નહી વસુલવા ભલામણ કરી
ગોવિંદાચાર્ય પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, અયોધ્યા મુદ્દે સુનાવણીના લાઇવસ્ટ્રીમિંગની માંગ
સુત્રો અનુસાર આ કાર્યશાળા (વર્કશોપ)નો મુખ્ય ઉદ્દેશ્ય સંસદમાં સાંસદોમાં સમયની શિસ્ત, વ્યવહારીક શિસ્ત જાળવી રાખવાનો છે. કાર્યક્રમની શરૂઆત જે.પી નડ્ડાના ઉદ્ધાટન ભાષણ સાથે થઇ હતી. સાંજે પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે સાંસદોનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સાંસદોની ભુમિકા અને તેમની જવાબદારી અંગે ચર્ચા કરી હતી. રવિવારે વડાપ્રધાન મોદી પોતે સંબોધન કરશે.
કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું
સુત્રો અનુસાર હિમાચલ પ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાં પહેલાથી જ આ પ્રકારનાં અભ્યાસવર્ગ નામનો કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે. આ ખાસ કરીને યુવા અને પહેલી વખત સંસદમાં ચૂંટાઇને આવેલા સાંસદો સાથે જ અનુભવી સાંસદોને તેમના કર્તવ્ય અને જવાબદારીઓથી પરિચિત કરાવવાની એક પદ્ધતી છે. આ અગાઉ પણ વડાપ્રધાન તમામ મંત્રીઓને ઘરેથી કામ શક્ય ત્યાં સુધી નહી કરવા અને રોજ સમયાનુસાર ઓફીસ આવવા માટેના નિર્દેશ આપ્યા હતા. તેમણે પહેલીવાર સાંસદોને સમય પાલન કરવાની વાત પર ભાર આપ્યો હતો.