ITની તપાસમાં ફસાયા MP ના 30 ધારાસભ્યો, દોષીત ઠરશે તો કમલનાથ સરકાર પર સંકટ!
જો હાલનાં ધારાસભ્યો દોષીત સાબિત થશે તો ચૂંટણી પંચ અને સુપ્રીમનાં આદેશ અનુસાર તમામ ગેરલાયક ઠરશે
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશની રાજનીતિમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર કમલનાથ સરકાર માટે ખતરાની ઘંટી સમાન છે. આ સમાચાર એક એવી તપાસ અંગે છે, જેમાં ફસાનારા ધારાભ્યોનાં સભ્યપદ જ રદ્દ થઇ શકે છે. જો હાલનાં ધારાસભ્યોનું સભ્યપદ ખતરામાં પડશે તો તેનો સીધી અસર મધ્યપ્રદેશ વિધાનસભામાં સીટોના સમીકરણ અને કમલનાથ સરકાર પર પડી શકે છે.
શ્રીનગર હવાઇ ટિકિટ મોંઘી, તંત્રએ ગરજના ભાવ નહી વસુલવા ભલામણ કરી
આવકવેરા વિભાગની તપાસમાં વિધાનસભા ચૂંટણી લડનારા 30 ધારાસભ્યોનાં શપથપત્રોમાં દર્શાવાયેલી આવક અને તેમના પાંચ વર્ષનાં ઇનકમ ટેક્સ રિટર્નમાં દર્શાવાયેલી આવકમાં મોટો ફરક સામે આવ્યો છે. તેમાંથી 16 ધારાસભ્યોને આવકવેરા વિભાગે સમન પણ ઇશ્યું કર્યું છે અને 15 દિવસની અંદર જવાબ રજુ કરવા માટે આદેશ આપ્યો છે.
કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું
આ કારણથી જઇ શકે છે સભ્યપદ
જે 30 ધારાસભ્યોની આવકમાં ફરક સામે આવ્યો છે તેમાં ભાજપનાં 5, કોંગ્રેસનાં 9 ધારાસભ્યો અને સપા-બસપાનાં એક એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ તપાસમાં ફસાયેલા ધારાસભ્યો જો આ વાતનો યોગ્ય જવાબ નહી આપી શકે તો તેમની આવક અને ચૂંટણી દરમિયાન એફીડેવીટમાં અપાયેલી આવકની માહિતીમાં ફરક અંગે પુછપરછ થઇ શકે છે. આ ઉપરાંત ચૂંટણી પંચની ગાઇડલાઇન અને સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર તેમનું સભ્યપદ જ રદ્દ થઇ શકે છે.
કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી
આવકવેરા વિભાગની આ તપાસમાં ઉમેદવારોનાં 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અપાયેલી એફીડેવિટની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં ઉમેદવારો દ્વારા એફીડેવિટમાં જાહેર કરાયેલી સંપત્તી અને તેમના પાંચ વર્ષની આવક તથા તેનાં રિટર્ન અને વ્યસાય તેના થકી થયેલ આવક અને કુલ સંપત્તી સાથે કરવામાં આવી છે.
Jio GigaFiber નું ટુંક સમયમાં લોન્ચિંગ, અકલ્પનીય પ્લાનથી બજારમાં આવશે ભુકંપ
આવક વેરા વિભાગની આ તપાસના આધારે જો ચૂંટણી પંચની કાર્યવાહી કરે છે તો સ્પષ્ટ છે કે સૌથી વધારે નુકસાન કોંગ્રેસ અને સપા-બસપાના ધારાસભ્યો પર પડશે. જેમણે કમલનાથ સરકારને સમર્થન આપેલું છે. એવું થાય છે તો કમલનાથ સરકાર પણ કર્ણાટકની સરકારની જેમ જ ખતરામાં આવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે