PM Modi Visit Shimla: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ રિલીઝ કર્યો. લાભાર્થીને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હમણા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. પૈસા તેમને મળી પણ ગયા. શિમલાની ધરતીથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે તેમના જીવનનો એક વિશેષ દિવસ છે અને આ દિવસે તેમને દેવભૂમિને પ્રણામ કરવાની તક મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા તેવા બાળકોની જવાબદારી સંભાળવાની મને તક મળી છે. આવા હજારો બાળકોની દેખભાળનો નિર્ણય અમારી સરકારે લીધો. ગઈ કાલે મે તેમને કેટલાક પૈસા પણ ચેકના માધ્યમથી મોકલાવ્યા. 


પીએમ મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોના સેવક તરીકે કામ કરવાની તમે મને તક આપી, મને સૌભાગ્ય મળ્યું. આજે હું કઈ કરી શકું છું, દિવસ રાત દોડુ છું તો તે ન વિચારો કે આ મોદી કરે છે પણ એમ વિચાર ન કરો કે મોદી દોડે છે. આ બધુ તો દેશવાસીઓની કૃપાથી થાય છે. એક પરિવારના સભ્યના નાતે, પરિવારની આશા-આકાંક્ષાઓ સાથે જોડાવવું, 130 કરોડ દશવાસીઓના પરિવાર એ બધુ જ મારા જીવનમાં છે. મારા જીવનમાં તમે બધા જ છો અને આ જિંદગી તમારા માટે જ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube