નવી દિલ્હીઃ  PM Narendra Modi speaks on #UnionBudget2022:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) બજેટ 2022 પર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન બજેટની સિદ્ધિઓ ગણાવી છે. મહત્વનું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે દેશનું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ કાળખંડ દુનિયા માટે અનેક પડકારો લઈને આવ્યો છે. દુનિયા ચાર રસ્તા પર આવીને ઉભી રહી ગઈ છે, જ્યાં ટર્નિંગ પોઈન્ટ ચોક્કસ છે. આગળ જે આપણે દુનિયા જોવાના છીએ તે એવી નહીં રહે જે કોરોના પહેલા હતી. 


Coronavirus Cases Today: કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં 1.61 લાખ કેસ, 1733ના મૃત્યુ


પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે ભારતની જીડીપી 2 લાખ 30 હજાર કરોડની આસપાસ છે. આજે ભારતનો વિદેશી મુદ્રા રિઝર્વ 630 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. કોરોનાના આ સમયમાં પણ ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂતીથી દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ બજેટનું ફોકસ ગરીબ અને યુવાઓ પર છે. મૂળભૂત સુવિધાઓ આપવી અમારૂ લક્ષ્ય છે. 


તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં અમારી સરકારે 3 કરોડ ગરીબોને પાકુ મકાન આપીને તેમને લાખોપતિ બનાવ્યા છે. હવે આશરે 9 કરોડ ગ્રામીણ ઘરોમાં નળથી પાણી પહોંચવા લાગ્યું છે. તેમાંથી આશરે 5 કરોડથી વધુ પાણીના કનેક્શન જલ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી કે આ વર્ષે આશરે 4 કરોડ ગ્રામીણ ઘરોને પાણીનું કનેક્શન આપવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube