પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. 5 માદા અને 3 નર ચિત્તાને લઈને આજે સવારે નાબીબિયાથી ખાસ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ થયું હતું. જ્યાંથી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા તેમને કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ આ અવસરે સંબોધન પણ કર્યું. 


ચિત્તા દાયકાઓ બાદ ભારતની ધરતી પર પાછા ફર્યા
પીએમ મોદીએ કહ્યું કે હું આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો આભાર માનું છું જેમના સહયોગથી દાયકાઓ બાદ ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા. દુર્ભાગ્યપૂર્ણ રહ્યું કે આપણે 1952માં ચિત્તાને દેશથી વિલુપ્ત જાહેર કર્યા. પરંતુ તેમના પુર્નવાસ માટે દાયકાઓ સુધી કોઈ સાર્થક પ્રયત્ન થયો નહીં. આજે આઝાદીના અમૃતકાળમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાના પુર્નવાસ માટે લાગી ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube