જૂની સંસદને આજે વિદાય અપાઈ રહી છે. હવેથી નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ચાલશે. આ કડીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સંબોધન કરતા કહ્યું કે જૂની સંસદને સંવિધાન સદન તરીકે ઓળખવી જોઈએ. જૂની સંસદને સંવિધાન ભવન કહેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જૂની સંસદ પ્રેરણા આપતી રહેશે. મારી પ્રાર્થના અને સૂચન છે કે જ્યારે હવે આપણે નવા સંસદ ભવનમાં જઈ રહ્યા છીએ તો તેની (જૂના સંસદ ભવન) ગરિમા પણ ઓછી થવી જોઈએ નહીં. તેને ફક્ત જૂનું સંસદ  ભવન કહીને છોડી દઈએ એવું ન થવું જોઈએ. જો તમારા બધાની સહમતિ હોય તો તેને  ભવિષ્યમાં સંવિધાન ભવનના નામથી ઓળખવું જોઈએ. 


સંસદના આ વિશેષ સત્ર દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણી યુનિવર્સિટીઓ દુનિયાની અંદર ટોપ રેંકિંગમાં આવે. હવે આપણે તેમાં પાછળ રહેવાનું નથી. હવે જ્યારે જી20માં વિશ્વના મહેમાનો આવ્યા મે ત્યાં નાલંદાની તસવીર મૂકી હતી,  જ્યારે હું દુનિયાના નેતાઓને કહેતો હતો કે 1500 વર્ષ પહેલા મારા દેશના ઉત્તમથી ઉત્તમ વિશ્વવિદ્યાલય રહેતા હતા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ જતા હતા. 


પીએમ મોદીએ કહ્યું કે આપણે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સૌથી પહેલા પૂર્ણ કરવા જોઈએ અને તે આપણાથી, આપણા દરેક નાગરિકથી શરૂઆત થાય છે. એક સમય એવો હતો કે લોકો લખતા હતા કે મોદી આત્મનિર્ભરની વાત કરે છે. ક્યાંક બહુપક્ષીય સામે પડકાર ન બની જાય. આપણે પાંચ વર્ષમાં જોયું કે દુનિયા  ભારતના આત્મનિર્ભર મોડલની ચર્ચા કરે છે. 


પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત પાંચમી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે પરંતુ પહેલા 3ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. હું જે સ્થાન પર છું તે જાણકારીના આધારે અને વિશ્વના ગણમાન્ય લોકો સાથે વાતચીત કરું છું તે આધાર પર કહી રહ્યો છું કે દુનિયા આશ્વસ્ત છે કે ભારત ટોપ 3માં પહોંચીને રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube