નવી દિલ્હી: CBSE વર્ગ 12 ની પરીક્ષા રદ થયા બાદ દરેક વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે પાસ થશે. આ દરમિયાન CBSE ના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચીને બધાને આશ્ચર્યચકિત કર્યા. ખરેખર, શિક્ષણ મંત્રાલય CBSE ના વિદ્યાર્થીઓ સાથે વર્ચુઅલ મીટિંગનું આયોજન કરી રહ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ આ બેઠકમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ મંત્રાલય અને CBSE ના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સામેલ થવા અંગે કોઈને જાણ નહોતી કે તે પૂર્વનિર્ધારિત નહોતું. પરંતુ પ્રધાનમંત્રીએ અચાનક વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઈને બધાને આશ્ચર્યચકિત કર્યા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી.


આ પણ વાંચો:- Privacy Policy પર બબાલ વચ્ચે WhatsApp એ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube