નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ફરીએકવાર રશિયા-યુક્રેન જંગમાં શાંતિનો મંત્ર આપ્યો છે.. વ્લાદિમીર પુતિન ફરી રાષ્ટ્રપતિ બનતા પીએમ મોદીએ તેમને ફોન કરીને અભિનંદન આપ્યા.. પરંતુ સાથે સાથે યુદ્ધને રોકવા અંગે પણ વાત કરી.. ત્યારબાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીને પણ શાંતિ સંદેશ આપ્યો..  એક જ દિવસે બંને દેશના નેતાઓ સાથે વાત કરીને પીએમ મોદીએ યુદ્ધના વાતાવરણમાં શાંતિનો દીવો પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન સાથેના મહાયુદ્ધ વચ્ચે રશિયામાં ચૂંટણી યોજાઈ.. જેમા ફરી એકવાર પ્રચંડ જીત સાથે વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ બન્યા છે.. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ એવા પુતિનને ટેલિફોન પર વાતચીત કરી.. પીએમ મોદીએ પુતિનને રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળવા બદલ અભિનંદન આપ્યા.... તો દ્વિપક્ષીય સંબંધો વિશે પણ વાત કરી.... સાથે વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું..


આ અંગે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત થઈ, તેમને રુસી સંઘના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા. ભારત અને રશિયા આગામી વર્ષોમાં વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને વધુ વિસ્તારશે અને સાથે મળીને કામ કરશે. જે માટે બંને દેશોમાં સહમતી બની છે. 


વ્લાદિમીર પુતિન વર્ષ 1999થી રશિયાના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ તરીકે નેતૃત્વ કરી રહ્યા છે.. આ વખતે ફરી જંગી જીત સાથે તેઓ પાંચમીવાર રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયા છે.. આ વખતે પુતિનને કુલ મતોમાંથી 87.29 ટકા મત મળ્યા... જે સાથે નવો રેકોર્ડ બન્યો છે.. જોકે રશિયાની ચૂંટણીમાં મતદાન દરમિયાન અનેક ગોટાળા થયા હોવાનો પણ આક્ષેપો લાગતા રહ્યા છે..  પરંતુ પાંચમીવાર જીત સાથે રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર હુમલાઓ વધુ તેજ કરે તેવી શક્યતાઓ વધી છે.. તાજેતરમાં જ અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો કે, 2022માં રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર પરમાણું હુમલાનો પ્લાન બનાવ્યો હતો.. પરંતુ નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ આ હુમલો ટાળી શકાયો... જેના કારણે વિશ્વભર પરથી પરમાણું હુમલાનું સંકટ ટળ્યું હતું.


પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને ફોન પર વાતચીત દરમિયાન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો.. પીએમ મોદીએ વાતચીત અને કૂટનીતિક રીતે બંને દેશો વચ્ચે ઉકેલ લાવવાની વાત કરી.... તો બીજી તરફ યુક્રેનના     રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે પણ વાતચીત કરી.. જેમા તેમણે જેલેંસ્કીને યુદ્ધવિરામ અને શાંતિ માટેના તમામ પ્રયાસો અંગે ખાતરી આપી.. મહત્વનું છે કે, અગાઉ પણ પીએમ મોદી પુતિન સાથે યુદ્ધવિરામ વિશે વાતચીત કરી ચુક્યા છે.. મોદી જ એકમાત્ર એવા નેતા છે જેમણે વર્ષ 2022માં પુતિનની સામે બેસી યુદ્ધ રોકવા અપીલ કરી હતી.. ત્યારે શું કહ્યું હતું પીએમ મોદીએ તે સાંભળીયે.. 


ભારત અને રશિયા બંને મિત્ર દેશો છે... અનેક વૈશ્વિક ટીકાઓ વચ્ચે પણ રશિયા સાથેના સંબંધો અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે.. પશ્ચિમી દેશો ભલે ભારત-રશિયાના સંબંધોથી અકળાતા હોય પરંતુ ભારત પ્રામાણિક રીતે મિત્રતા નિભાવતું આવ્યું છે.. આ મહિનાના અંતમાં રુશના વિદેશમંત્રી પણ ભારત આવી રહ્યા છે..  તેમના પ્રવાસ દરમિયાન એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પણ હાજર રહેશે. ત્યારે ભારત-રશિયા વચ્ચે યોજાનારી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.