અકોલા: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં ભાજપનો પ્રચાર કરવા અકોલા પહોંચ્યા પીએમ મોદીએ આજે વિપક્ષી દળ પર આકરા પ્રહારો કર્યા છે. અકોલામાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, હું હેરાન છું, કે વીર છત્રપતિ શિવાજીની ધરતી પર રાજકીય સ્વાર્થના કારણે આજકાલ એવા અવાજો ઉઠાવવામાં આવી રહ્યાં છે જેમાં લોકો ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આર્ટિકલ 370ને શું લેવા દેવા છે. જમ્મુ કાશ્મીરને મહારાષ્ટ્રથી શું લેવા દેવા છે. આવા અવાજો ઉઠાવનારને હું કહેવા માગુ છું કે, કાન ખુલ્લા કરીને સાંભળી લો. જમ્મૂ કાશ્મીરના લોકો ભારત માતાની સંતાન જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું, બોર્ડર પર ફેલાવવામાં આવી રહેલા આંતકવાદ સામે યુદ્ધ કરવા માટે સમગ્ર દેશ જમ્મૂ કાશ્મીરના નાગરિકોની સાથે છે. કાશ્મીર માટે ભારતનો એક એક ખૂણેથી વીરોએ જીવ ગુમાવ્યો છે.


આ પણ વાંચો:- BIG BREAKING- સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચશે, વિવાદિત જમીન પરથી છોડશે કબજો


પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રનો કોઇ જિલ્લો એવા નથી જ્યાંથી વીર સપૂતોએ જમ્મૂ કાશ્મીરમાં જઇને ભારતની સેવા માટે બલિદાન ના આપ્યું હોય. એનસીપી નેતા પ્રફુલ પટેલ પર ઇશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે મુંબઇ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોની સાથે એનસીપી નેતાઓના સંબંધ છે.


આ પણ વાંચો:- અયોધ્યા કેસ: જો સુનાવણી આજે પૂરી થાય છે તો ઓર્ડર પણ કરી લેવામાં આવશે રિઝર્વ


પીએમએ કહ્યું, 'તમે આર્ટિકલ 37૦ના નિર્ણયથી ખુશ છો, તે એક મહત્વપૂર્ણ પગલું હતું, મોદીએ બરાબર કર્યું, હું તમારી ઇચ્છા પૂરી કરું છું, તમારા આશીર્વાદો રહેશે, તમારા આશીર્વાદ રહેશે તો મોદી નવા નવા કામ કરતો રહેશે. તમે લોકો ખુબ ખુશ છો, પરંતુ તેમના ચહેરા પરની રોશની ગાયબ છે, તેઓ દુ:ખમાં છે. તેઓને આ એક ભારત, શ્રેષ્ઠ ભારત મંજૂર નથી, તેઓ રાજકીય લાભ માટે વિભાજિત ભારત ઇચ્છે છે. આજે તેની બધી યુક્તિઓ નાશ પામી રહી છે.


આ પણ વાંચો:- આજે પીએમ મોદીની મહારાષ્ટ્રમાં 3 રેલીઓ, અમિત શાહ હરિયાણામાં 4 સભાઓને કરશે સંબોધિત


પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં મહાયુક્તિ (ગઠબંધન)થી પહેલા એવા લોકોની સરકાર જોઇ છે, તેમનો એક જ ઉદેશ્ય રહ્યો છે. તેમનું અને તેમના પરિવારનું કલ્યાણ. તેના વિપરીત ફડણવીસ સરકારમાં તમે જોયું છે. એક માત્ર સંકલ્પ, લક્ષ્ય- મહારાષ્ટ્રનો વિકાસ, મહારાષ્ટ્રના લોકોનો વિકાસ અને જન જનનું કલ્યાણ. આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણા છે, લોકમાન્ય તિલકની પ્રેરણા છે. જ્યોતિબા ફૂલેના દર્શન છે. જે સામાજિક ન્યાય બાબા આંબેડકરની આસ્થા છે જે દેખાડે છે સૌનો સાથ સૌનો વિકાસ.


આ પણ વાંચો:- દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, સેનાએ 2-3 આતંકીઓને ઘેરી લીધા


તેમણે કહ્યું કે સાવરકર ઉપર રાજકીય સ્વાર્થ હોવાને કારણે આવા અવાજો ઉભા થઈ રહ્યા છે. તે વીર સાવરકરનો સંસ્કાર છે જેણે રાષ્ટ્રનિર્માણના મૂળમાં રાષ્ટ્રવાદ મૂક્યો છે. આ તે લોકો છે જેમણે બાબા આંબેડકરનું અપમાન કર્યું છે. વીર સાવરકરનું અપમાન કરે છે. આંબેડકરના બંધારણના સંપૂર્ણ અમલીકરણ પાછળ પણ લોકોનો દ્વેષભાવ છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...