નવી દિલ્હી: અયોધ્યા વિવાદ (Ayodhya case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચૂકાદા પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંત્રીઓને સલાહ આપતાં કહ્યું કે શાંતિ અને સૌહાદ્વનો માહોલ જાળવી રાખવામાં મદદ કરે. સુપ્રીમ કોર્ટે જે પણ ચૂકાદો આપે, તેનું સન્માન થાય. ના ઉજવણી કરવામાં આવે અને ના તો ગમ હોય. ન્યાયાલય જે પણ ચૂકાદો આપે, તેનું સન્માન થાય. પીએમ મોદીએ સલાહ કેબિનેટ બેઠક દરમિયાન આપી હતી. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ફેંસલો 17 નવેમ્બર સુધી આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર ખરીદનારાને મોટી રાહતઃ સરકાર બનાવશે 25 હજાર કરોડનું સ્પેશિયલ ફંડ- નિર્મલા સિતારમણ


અયોધ્યા નગરીમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કારતક મહિનામાં અયોધ્યા નગરીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગત 15 દિવસોથી દરરોજ લગભગ 10 હજાર લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે. ભીડને જોતાં બે પાળીઓમાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલી પાળી સવારે 7 થી 11 વાગ્યા અને બીજી પાળી બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી દર્શન થાય છે. અયોધ્યામાં આકરી સુરક્ષા વચ્ચે 14 કોસની પરિક્રમા પુરી થઇ. ગઇકાલે સવારે 6:05 પર પરિક્રમા શરૂ થયેલી આજે 24 કલાક બાદ 7:49 પર પરિક્રમા સમાપ્ત થઇ છે. અયોધ્યામાં 14 કોસની પરિક્રમા બાદ હવે પંચકોશી પરિક્રમા શરૂ થશે. આવતીકાલે એટલે કે 7 નવેમ્બરથી પંચકોશી પુરી થશે જેમાં લગભગ 20 લાખ શ્રદ્ધાળુ પરિક્રમા કરશે. પરિક્રમા આજે સવારે 9.47 વાગે શરૂ થશે અને 8 નવેમ્બરે બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. 

અયોધ્યા માટે શિખોનું 'પરાક્રમ': મોગલોને ધૂળ ચટાવી પ્રગટાવી હતી રામ જ્યોતિ


કેન્દ્રએ ઉપ્ર સરકારને જાહેર કર્યા સુરક્ષા સંબંધી નિર્દેશ
આગામી અઠવાડિયે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવવાની આશા છે. એટલા માટે ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશને અયોધ્યામાં બધી સુરક્ષા તૈયારીઓને સુનિશ્વિત કરવા માટે આગાહ કર્યો છે. કાનૂન અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા કોઇપણ અપ્રિય ઘટનાને રોકવા માટે સાવચેતીના ભાગરૂપે અયોધ્યાને કિલાના બદલી દેવામાં આવ્યો છે. આતંકવાદી ખતરા વિશે ગુપ્ત સુચનાનો હવાલો આપતાં મંત્રાલયે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાના આદેશ પર ગત અઠવાડિયે જાહેર કરવામાં આવેલા પરિપત્રના માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકારને સચેત કરી છે. પ્રદેશ સરકારને પોલીસ બળની વધુ તૈનાતીના નિર્દેશ આપ્યા છે. તો બીજી તરફ સોશિયલ સાઇટ્સ પર કોઇ અફવા ન ફેલા, એટલા માટે તેના પર નજર રાખવાના આદેશ છે. 

ગૃહ મંત્રી અમિત શાહે શેર કર્યો કરતારપુર કોરિડોરનો વીડિયો, કહ્યું મોદી સરકારનું ઐતિહાસિક પગલું


બીજી તરફ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવતા પહેલાં ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે આ દેશમાં કોઇને ડર નથી, ડર ફક્ત પાકિસ્તાન અને યમના લોકોને છે. અયોધ્યા મામલે જમીયત ઉમેલા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોઇએ છીએ. અમને લાગે છે કે ચૂકાદો અમારા જ પક્ષમાં આવશે. મૌલાના અરશદ મદનીએ એ પણ કહ્યું કે જે ચૂકાદો હશે તેને માનવામાં આવશે. જમીયત ઉમેલા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે દેશમાં શાંતિ અને સૌહાર્દને લઇને સંઘ પ્રમુખ સાથે મુલાકાત થઇ છે. ચૂકાદો જે પણ આવે દેશનો માહોલ ખરાબ થવા દઇશું નહી. દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા જળવાઇ રહેવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube