અયોધ્યા માટે શિખોનું 'પરાક્રમ': મોગલોને ધૂળ ચટાવી પ્રગટાવી હતી રામ જ્યોતિ

અયોધ્યામાં ગુરુદ્વારા શ્રી બ્રહ્મકુંડ સાહિબ આવેલો છે. આ ગુરુદ્વારામાં રામ જન્મભૂમિની સુરક્ષા માટે શિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહજીની સેનાએ જે પરાક્રમ બતાવ્યું હતું તેના પુરાવા પણ છે.

અયોધ્યા માટે શિખોનું 'પરાક્રમ': મોગલોને ધૂળ ચટાવી પ્રગટાવી હતી રામ જ્યોતિ

અયોધ્યા/નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવશે. આ ચૂકાદાના કવરેજની સાથે-સાથે ZEE NEWS પર અમે અયોધ્યા સાથે જોડાયેલા સાંપ્રદાયિક સોહાર્દના કેટલાક કિસ્સા પણ જણાવી રહ્યા છીએ. શિખોના દસમા ગુરૂ શ્રી ગુરુ ગોવિંદસિંહજીએ પણ અયોધ્યા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે સોળમી સદીમાં મોગલો સાથે યુદ્ધ લડવા માટે પોતાની સેના મોકલીને રામ જન્મભુમિની સુરક્ષા કરી હતી. 

અયોધ્યામાં ગુરુદ્વારા શ્રી બ્રહ્મકુંડ સાહિબ આવેલો છે. આ ગુરુદ્વારામાં રામ જન્મભૂમિની સુરક્ષા માટે શિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહજીની સેનાએ જે પરાક્રમ બતાવ્યું હતું તેના પુરાવા પણ છે. અયોધ્યામાં 1672માં ગુરુ ગોવિંદ સિંહ પોતાના પગલાં પાડ્યા હતા. મોગલ શાસક ઔરંગઝેબે જ્યારે અયોધ્યા પર હુમલો કર્યો ત્યારે ચિમટાધારી સાધુ બાબ વૈષ્ણવદાસે ગુરુ ગોવિંદ સિંહ પાસે મદદ માગી હતી. 

ગુરુ ગોવિંદ સિંહે નિહંગ શિખોની સેનાને મોકલી આપી હતી. શિખોની આ સેનાએ ચિમટાધારી સાધુઓની સેના સાથે મળીને ઔરંગઝેબની સેનાને હંફાવી દીધી હતી. ઔરંગઝેબની સેનાને પીછેહઠ કરવી પડી હતી અને ત્યાર પછી તેણે બીજી વખત અયોધ્યા પર લાંબા સમય સુધી હુમલો કર્યો ન હતો. મોગલો સાથે લડાઈ કરવા આવેલી શિખ સેનાએ સૌથી પહેલા બ્રહ્મકુંડમાં જ પોતાનો ડેરો જમાવ્યો હતો. 

અયોધ્યામાં આવેલા ગુરુદ્વારામાં ગુરુ ગોવિંદ શિખની સેનાએ મોગલો સામે જે હથિયારો સાથે લડાઈ લડી હતી તે હથિયારો આજે પણ જોવા મળી રહ્યા છે. ગુરુ ગોવિંદ શિંહ જી શાસ્ત્રોના ઉપાસક હતા અને તેમનું માનવું હતું કે, શાસ્ત્રોની સુરક્ષા પણ શસ્ત્ર દ્વારા કરી શકાય છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news