નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 27 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ધ ઇન્ડિયા ટોય ફેર (The India Toy Fair 2021) નું ઉદ્ઘાટન કરશે. બાળકના માનસિક વિકાસમાં રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ બાળકોમાં હલનચલન અને જ્ઞાન સાથે સંબંધિત કુશળતાઓ ખીલવવામાં મદદરૂપ પણ થાય છે. પ્રધાનમંત્રીએ ઓગસ્ટ, 2020માં તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જણાવ્યું હતું કે, રમકડાંથી માનસિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સાથે બાળકોનાં સ્વપ્નોને પાંખો પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકનાં સર્વાંગી વિકાસમાં રમકડાઓના મહત્વ વિશે પ્રધાનમંત્રી (PM) એ અગાઉ ભારતમાં એનાં ઉત્પાદનને વેગ આપવા પર પણ ભાર મૂક્યો હતો. ધ ઇન્ડિયા ટોય ફેર 2021 (The India Toy Fair 2021) નું આયોજન પ્રધાનમંત્રીના આ વિઝનને સુસંગત રીતે થયું છે.

Deendayal Port Kandla બનશે ગુજરાતના વિકાસનું હબ, કંડલા વાડીનાર વચ્ચે રો-રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે


ફેર 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 સુધી યોજાશે. એનો ઉદ્દેશ તમામ પક્ષોને એકમંચ પર લાવવાનો છે, જેમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિક્રેતાઓ, ગ્રાહકો, શિક્ષકો, ડિઝાઇનરો વગેરે ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે કાયમી જોડાણ સ્થાપિત કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે એકત્ર થશે. આ પ્લેટફોર્મ દ્વારા સરકાર અને ઉદ્યોગ આ મુદ્દાઓ પર ચર્ચા કરશે - ભારત કેવી રીતે રમકડાઓનું ઉત્પાદન અને સોર્સિંગ કરવા માટેનું કેન્દ્ર બની શકે? આ ક્ષેત્રમાં કેવી રીતે રોકાણને આકર્ષી શકાય? ભારતમાંથી રમકડાની નિકાસને વેગ કેવી રીતે આપી શકાય?

NRI સિનિયર સિટીઝનની આંખમાં મરચાની ભૂકી નાખનાર, ક્રાઇમ બ્રાંચની આંખોથી બચી ન શક્યા


ઇ-કોમર્સ અનેબલ્ડ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1000થી વધારે પ્રદર્શકો તેમના ઉત્પાદનો પ્રસ્તુત કરશે. એમાં પરંપરાગત ભારતીય રમકડાં તેમજ આધુનિક રમકડાંઓ પ્રદર્શિત થશે, જેમાં ઇલેક્ટ્રોનિક રમકડાં, નરમ કે પોચાં રમકડાં, કોયડા અને રમતો સામેલ છે.


ફેરમાં વિવિધ મુદ્દાઓ પર વેબિનારો યોજાશે અને પેનલ ચર્ચાનું આયોજન થશે, જેમાં રમકડાની ડિઝાઇન અને ઉત્પાદનમાં ક્ષમતા ધરાવતા પ્રસિદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ સામેલ થશે. બાળકો માટે આ ફેર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગીદાર થવાની તક છે, જેમાં પરંપરાગત રમકડાં બનાવવા પર કારીગરીનું પ્રદર્શન તથા ટોય મ્યુઝિયમ અને ફેક્ટરીઓની વર્ચ્યુઅલ મુલાકાતો સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube