કોરોના સંકટ: PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત
દેશભરમાં તબક્કાવાર લોકડાઉન (Lockdown) માંથી બહાર નીકળવા માટે લેવાઈ રહેલા પગલાં વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અને આવતી કાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકો સાથે આ મહામારી પર લગામ લગાવવાના પ્રયત્નોને લઈને ચર્ચા કરશે. બેઠક બપોરે 3 વાગે શરૂ થશે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
નવી દિલ્હી: દેશભરમાં તબક્કાવાર લોકડાઉન (Lockdown) માંથી બહાર નીકળવા માટે લેવાઈ રહેલા પગલાં વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અને આવતી કાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકો સાથે આ મહામારી પર લગામ લગાવવાના પ્રયત્નોને લઈને ચર્ચા કરશે. બેઠક બપોરે 3 વાગે શરૂ થશે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો
આજે થનારી બેઠકમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પુડ્ડુચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા નાગર હવેલી, અને દમણ દીવ, સિક્કિમ, લક્ષદ્વીપ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ થશે. પીએ મોદી બુધવારે 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરશે.
શું દિલ્હીમાં ફરીથી Lockdown ની તૈયારી? CM કેજરીવાલે આપ્યો જવાબ
આ 15 રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, તેલંગણા તથા ઓરિસા છે. મુખ્યમંત્રીઓ સાથેની પીએમ મોદીની આ છઠ્ઠા દોરની વાતચીત હશે. આ અગાઉ આ જ પ્રકારે 11 મેના રોજ બેઠક થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મેના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉન ખતમ થવાના બરાબર પહેલા ટેલિફોન પર મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.
સ્ટડી: ભારતમાં નવેમ્બર મહિનામાં કોરોના મહામારી ચરમસીમાએ પહોંચશે, ICU બેડ-વેન્ટિલેટર ખૂટી પડશે
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 30 હજારને પાર ગઈ છે. મૃતકોની સંખ્યા પણ 9500થી વધુ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ટેસ્ટિંગ ક્ષમતા વધારવા અને આ મહામારીથી સંક્રમિત લોકો માટે બેડ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube