નવી દિલ્હી: કોરોના (Coronavirus)ના સંકટ વચ્ચે 5મીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મુખ્યમંત્રીઓ સાથે 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે. આજે બપોરે 3 વાગે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા વાતચીત થશે. જાણકારોનું માનીએ તો આ બેઠકમાં 17મે બાદની રણનીતિ અને લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટની અસર પર ચર્ચા થઇ શકે છે. આગામી દિવસોમાં લોકડાઉનને લઇને આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજની બેઠકમાં આ મુદ્દાઓ પર ખાસ ચર્ચા થઇ શકે છે
1. 17મે બાદ લોકડાઉન વધારવામાં આવે કે નહી.
2. ઇકોનોમીને કેવી રીતે ધીમે-ધીમે પાટા પર લાવવામાં આવે.
3. લોકડાઉન દરમિયાન મળેલી છૂટની શું અસર થઇ રહી છે.
4. આર્થિક ગતિવિધિઓને વધુ કેવી રીતે વધુમાં વધુ વધારવામાં આવે.
5. મજૂરોની ઘર વાપસીને સરળ કેવી રીતે બનાવી શકાય.
6. સંક્રમણને ફેલાતા રોકવા માટે કેવી રીતે વધુ સખતાઇ વધારી શકાય.
7. કોરોના સાથે જોડાયેલી મેડિકલ સુવિધાઓને અપડેટ પર પણ ચર્ચા.
8. આર્થિક મોરચા પર રાહત પેકેજને લઇને પણ ચર્ચા થશે. 


તમને જણાવી દઇએ કે કોરોના પર પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક થવાની છે. આ પહેલાં પહેલી બેઠક 20 માર્ચના રોજ થઇ હતી. 


- પહેલી બેઠક- 20 માર્ચ
- બીજી બેઠક - 2 એપ્રિલ
- ત્રીજી બેઠક- 11 એપ્રિલ
- ચોથી બેઠક- 27 એપ્રિલ 
- પાંચમી બેઠક- આજે બપોરે 3 વાગે


દેશમાં કોરોનાના કેસ
આ બધાની વચ્ચે કોરોના સંક્રમણની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો 63 હજારની નજીક પહોંચી ગયો છે. આ મહામારીથી અત્યાર સુધી 2,109 લોકોના જીવ ગયા છે. જોકે રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થવાનો દર વધી ગયો છે. હાલ આ 30.7 ટકા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube