નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના 7માં દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ કોઈ પ્રોફેશનલ બેટરની જેમ કોંગ્રેસ પર પોતાના જ અંદાજમાં તાબડતોડ સ્ટ્રાઈક કરતા આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ દિવંગત સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના પરિવારનો હવાલો આપતા એ વાત જણાવી જે અંગે આજે પણ અનેક લોકો અજાણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લતા મંગેશકરના ભાઈનો કિસ્સો સંભળાવ્યો
પીએમ મોદીએ બોલવાની આઝાદી ઉપર પણ કોંગ્રેસને ઘેરી. તેમણે કહ્યું કે લતા મંગેશકરના નાના ભાઈ પંડિત હ્રદયનાથ મંગેશકરને ઓલ ઈન્ડિયા રેડિયોમાથી કાઢી મૂકવામાં આવ્યા. તેમનો ગુનો એ હતો કે તેમણે વીર સાવરકરની એક દેશભક્તિથી ભરેલી કવિતાની રેડિયો પર પ્રસ્તુતિ કરી. 8 દિવસની અંદર જ તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. 


રાજ્યસભા: PM મોદીના આકરા પ્રહાર, કહ્યું- 'જો કોંગ્રેસ ન હોત તો...'


બોલવાની આઝાદીના સવાલ પર કોંગ્રેસને જડબાતોડ જવાબ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાજવાળા સમયમાં જ મજરૂહ સુલ્તાનપુરી અને પ્રોફેસર ધર્મપાલ બંનેને નેહરુની ટીકા બદલ જેલ મોકલી દેવાયા હતા. 


પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ઈમરજન્સી દરમિયાન જ્યારે કિશોરકુમાર, ઈન્દિરા ગાંધીની સામે ન ઝૂક્યા તો તેમના ઉપર પણ ઓલ ઈન્ડિયા રેડિયો પર ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. અમે જાણીએ છીએ કે જ્યારે લોકો એક પરિવાર માટે સહમત ન થાય તો અભિવ્યક્તિની આઝાદી પર કેવી રીતે અંકૂશ લગાવી દેવાતો હતો. વાત જાણે એમ છે કે આ ઉદાહરણો દ્વારા પીએમ મોદીએ બોલવાની આઝાદીને લઈને થતી ટીકાઓ પર જવાબ આપ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube