Rishabh Pant Car Accident Video: ભારતીય ક્રિકેટર રિષભ પંત એક રોડ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ રિષભ પંતને સારા સ્વાસ્થય માટે શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ક્રિકેટર રિષભ પંતના એક્સિડન્ટના ખબર સાઁભળીને હુ દુખી છું. ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે સવારે નિધન થયું છે. જેના બાદ પીએમ મોદીએ અંતિમ સંસ્કાર કરવા માટે ગુજરાત પહોચ્યા હતા, તેઓએ રીતિ-રિવાજ પૂર્ણ કરીને પરત દિલ્હી ફર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંતી કારને શુક્રવારે સવારે દિલ્હીથી પોતાના ઘરથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. રુરકીમાં રિષભ પંતનું ઘર છે. જ્યારે તેમની કાર નારસન વિસ્તારમાં પહોંચી તો તે કાબૂ બહાર ગઈ હતી. તે થાંભલાને તોડીને પલટી ખાઈ ગઈ હતી. તેના બાદ કારમાં આગ લાગી હતી. આ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગંભીર રૂપે ઘાયલ રિષભ પંતને દિલ્હી રોડ પર સ્થિત સક્ષમ હોસ્પિટલમાં ભરતી કરાવવામા આવ્યા હતા. જ્યાંથી તેમને દિલ્હીમા રિફર કરાયા હતા. ત્યાં તેમની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, રિષભ પંતના માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. 


આ પણ વાંચો : 


દીપિકા બાદ મલ્લિકાની ભગવા બિકનીએ આગ લગાવી, પિતા વિવેક અગ્નિહોત્રીનો ક્લાસ લેવાયો


સાળીની ગિફ્ટ પર નહીં લાગે ટેક્સ, પણ મિત્ર આપશે તો લાગશે, Income Tax નો વિચિત્ર નિયમ


બેઝિક પગાર 10 હજારથી વધુ છે તો EPFO નો નિયમ જાણી લો, સીધો 50 હજારનો ફાયદો થશે


અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે રિષભ પંતની કાર તેજ ગતિએ ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી પહેલા રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પંતને સારવાર માટે દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. આ માર્ગ અકસ્માત NH-58 પર મેંગલોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. ઋષભ પંતની કાર એટલી સ્પીડથી ટકરાઈ કે ટક્કર બાદ તે હવામાં ઉછળીને ડિવાઈડરના પોલ સાથે અથડાઈ અને રોડની બીજી બાજુ પર પડી. કાર અથડામણના સ્થળેથી લગભગ 100 મીટર દૂર પડી હતી.


UAE માં ભારતીયના ખાતામાં ભૂલથી 1.28 કરોડ આવ્યા, તેણે એવું કર્યું કે જેલમાં ગયો