પ્રચંડ જીત બાદ વડાપ્રધાનનું પહેલું ટ્વીટ: `सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत`
લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતી અને મોદી લહેર પર સવાર ભાજપ રેકોર્ડ સીટો સાથે કેન્દ્રની સત્તા પર આસનસ્થ છે. ભાજપ 292 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ છે. ભાજપ 2014નાં પોતાનાં પ્રદર્શનમાં સુધારો કરીને વધારે સીટો જીતી રહેલી દેખાય છે. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી. એનડીએ 2014ની 336 સીટોની તુલનાએ 343 સીટો જીતતી દેખાઇ રહી છે.
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતી અને મોદી લહેર પર સવાર ભાજપ રેકોર્ડ સીટો સાથે કેન્દ્રની સત્તા પર આસનસ્થ છે. ભાજપ 292 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ છે. ભાજપ 2014નાં પોતાનાં પ્રદર્શનમાં સુધારો કરીને વધારે સીટો જીતી રહેલી દેખાય છે. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી. એનડીએ 2014ની 336 સીટોની તુલનાએ 343 સીટો જીતતી દેખાઇ રહી છે.
આખરે કટ્ટર વિરોધી ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદી અને અમિત શાહને આપ્યો શ્રેય, જાણો શું કહ્યું
LokSabha Election Results 2019 LIVE:સમગ્ર દેશ નમો નમ: વિશ્વના દિગ્ગજ નેતાઓ મોદીને પાઠવી રહ્યા છે શુભકામનાઓ
વડાપ્રધાન મોદીએ પાર્ટીને મળેલા પ્રચંડ જીત બાદ પહેલું ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, "'सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत', एक साथ हम आगे बढ़ते हैं. एक साथ चलकर हम समृद्धि लाते हैं. एक साथ हम सशक्त भारत का निर्माण करते हैं. भारत की एक बार फिर से जीत हुई."
મેં પહેલા કહ્યું હતું દેશમાં પીએમ મોદીની લહેર નહીં સુનામી છેઃ રામવિલાસ પાસવાન
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ જીત સમગ્ર ભારતની જીત છે. દેશનાં યુવાનો, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીની પાંચ વર્ષનાં વિકાસ અને મજબુત નેતૃત્વમાં જનતાનાં વિશ્વાસની જીત છે. હું ભાજપનાં કરોડો કાર્યકર્તાઓની તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક શુભકામનાઓ આપુ છું. જન-જનનાં વિશ્વાસ અને અભુતપુર્વ વિકાસનાં પ્રતિક મોદી સરકાર બનાવવા માટે ભારતની જનતાને કોટિ- કોટિ નમન. તમામ દેશવાસીઓની ખુબ શુભેચ્છાઓ. પોતાનાં અથાક પરિશ્રમથી દેશનાં દરેક બુથ પર ભાજપને મજબુત કરીને મોદી સરકાર બનાવનારા ભાજપનાં કરોડો કર્ઠમ કાર્યકર્તાઓને આ ઐતિહાસિક વિજયની હાર્દિક શુભકામના.
મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને આપી શુભેચ્છા, કોંગ્રેસને સલાહ- તમારા માટે અમિત શાહ શોધો
લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!
બજારમાં પણ ભાજપની જીતનું સ્વાગત
ચૂંટણી વલણને બજાર દ્વારા પણ સ્વાગત કર્યું છે. બીએસએસસી સેંસેક્સે પહેલીવાર 40 હજારની ઉંચાઇ સ્પર્શી છે. બીજી તરફ એનએસઇનાં નિફ્ટીએ 12 હજારનાં સ્તરને પાર કર્યું છે. અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો પણ 14 પૈસા મજબુતી થઇને 69.51 પૈસા રહ્યું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી. સુષ્માએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી વિજય અપાવવા માટે તમને ખુબ જ અભિનંદન. હું દેશવાસીઓ પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.
મતગણતરીનાં વલણનાં આધારે ચૂંટણી પરિણામો વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા, તેમની સરકાર છેલ્લા પાંચ વર્ષના કાર્યો અને ચૂંટણી પ્રચાર અભિયાનનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદની આસપાસ રહી. વડાપ્રધાન મોદી સતત કોંગ્રેસ પાર્ટી વંશાનુગત ચાલતી સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા.