અંદામાન-નિકોબારને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહના પ્રવાસે છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહના પ્રવાસે છે. આ દરમિયાન આજે તેઓ કાર નિકોબાર સ્થિત સુનામી સ્મારક પહોંચ્યાં. આ દરમિયાન તેમણે 2004માં આવેલી ભીષણ સુનામીમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. અંદામાન નિકોબારમાં પીએમ મોદીએ અનેક પરિયોજનાઓના લોકાર્પણ બાદ કાર નિકોબારમાં લોકોને પણ સંબોધન કર્યું. આ દરમિયાન પીએમએ કહ્યું કે કાર નિકોબારમાં કૈમ્બલ બેમાં લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે કેમ્બલ બે જેટ્ટીનો વિસ્તાર લગભગ દોઢ સો કિલોમીટર સુધી કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે આ સાથે સાથે મૂસ જેટ્ટીની ઊંડાઈ વધારવા માટે પણ યોજના બનાવવામાં આવી છે. જેથી કરીને અહીં મોટા જહાજોને રોકવામાં મુશ્કેલી ના પડે.
કાર નિકોબારમાં જનસભાને કર્યું સંબોધન
પીએમ મોદીએ કાર નિકોબારમાં જનસભાને સંબોધતા કહ્યું કે હું ગઈ કાલે કાશીમાં હતો અને આજે અહીં વિરાટ સમુદ્રની ગોદમાં તમારા બધા વચ્ચે છું. તમારી પાસે પ્રકૃતિનો અદભૂત ખજાનો છે જ, તમારી સંસ્કૃતિ, પરંપરા, કલા અને કૌશલ ઉત્તમ છે. થોડીવાર પહેલા અહીં જે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું, બાળકોએ જે કલાનું પ્રદર્શન કર્યું, તે દર્શાવે છે કે ભારતની સંસ્કૃતિ સંપન્નતા હિંદ મહાસાગર જેટલી જ વિરાટ છે.
તેમણે કહ્યું કે કાર નિકોબારના યુવાઓ પરંપરાગત રોજગારની સાથે સાથે આજે શિક્ષણ, ચિકિત્સા, અને બીજા કામોમાં પણ આગળ વધી રહ્યાં છે. સ્પોર્ટ્સની સ્કિલ તો અહીંના યુવા સાથીઓમાં રચી પચી છે. કાર નિકોબાર ફૂટબોલ સહિત અનેક ખેલોમાં દેશના સારા સ્પોર્ટિંગ ટેલેન્ટ માટે મશહૂર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર માછીમારોને સશક્ત કરવામાં લાગી છે. કેન્દ્ર સરકાર અંદામાન અને નિકોબારમાં રહેતા દરેક નાગરિક માટે જીવન સાથે જોડાયેલી દરેક વ્યવસ્થાને સરળ કરવામાં લાગી છે. સસ્તુ રાશન હોય, સ્વચ્છ પાણી હોય, ગેસ કનેક્શન હોય, કેરોસિન હોય, દરેક સુવિધાને સરળ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
ભજીયા પર રાજકારણ, પીએમ મોદીના રસોઈયાએ કરવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
રવિવારે પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અરોંગમાં એક ઔદ્યોગિત તાલિમ સંસ્થાનનું ઉદ્ધાટન કરશે. કેટલીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પરિયોજનાઓની શરૂઆત કરશે. પીએમ મોદી એક સાર્વજનિક બેઠકને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ દિવસમાં તેઓ પોર્ટ બ્લેયરના શહીદ સ્તંભમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરશે અને શહેરની સેલ્યુલર જેલની મુલાકાત લેશે. વડાપ્રધાન દ્વિપની ઈનોવેશન અને સ્ટાર્ટઅપ નીતિ પણ જારી કરશે. વડાપ્રધાન 7 એમડબલ્યુ સૌર ઉર્જા સંયંત્ર, સૌર ગામનું ઉદ્ધાટન કરશે. તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનો પાયો નાખશે અને એક સભાને પણ સંબોધન કરશે.
ખેતી માટે જમીન ખરીદવી છે, પણ નથી પૈસા? ખેડૂતો SBIની આ સ્કિમનો લઈ લો લાભ
પોર્ટ બ્લેયરમાં 75 વર્ષ પહેલા આ જ દિવસે 1943માં પહેલીવાર ભારતીય જમીન પર સૌપ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝે ઝંડો ફરકાવ્યો હતો. આ ઝંડો આઝાદ હિંદ ફૌજનો હતો. પીએમ મોદી નેતાજી દ્વારા પહેલીવાર ભારતીય ભૂમિ પર તિરંગો ફરકાવ્યાની 75મી વર્ષગાઠ પર પોર્ટ બ્લેયરમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસની યાદમાં પીએમ મોદી ત્યાં 150 ફૂટ ઊંચો ઝંડો પણ ફરકાવશે. નેતાજીની યાદમાં પીએમ મોદી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ જારી કરશે.