નવી દિલ્હી: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે રવાના થવાના છે. પીએમ મોદી 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી 40 કલાક જાપાનમાં રહેશે અને 23 બેઠકોમાં ભાગ લેશે. ઉપરાંત 36 જાપાની સીઈઓ અને વિદેશી ભારતીયો સાથે વાતચીત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત માલવિયાએ જણાવ્યું છે કે પીએમ મોદી 22 મેની રાત્રે ટોક્યો જવા રવાના થશે. તે બીજા દિવસે સવારે એટલે કે 23 મેના રોજ જાપાન પહોંચશે અને પછી મીટિંગમાં હાજરી આપશે. એટલા માટે પીએમ મોદીએ આ મહિને 5 દેશોની મુલાકાત લીધી છે, જેમાં તેમણે તે દેશોમાં 3 રાત વિતાવી છે જ્યારે 4 રાત ફ્લાઈટમાં વિતાવી છે.


પાડોશી દેશને પ્રેમ ઉભરાયો! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનમાં ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત પહેલા ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું છે કે પીએમ મોદી જે રીતે કામ કરે છે તે દરેક માટે પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રી મોદી સમય બચાવવા માટે રાત્રિના સમયે ફ્લાઇટમાં મુસાફરી કરે છે, પછી તેઓ બીજા દિવસે મીટિંગ્સ અને કોન્ફરન્સમાં હાજરી આપે છે અને ફરીથી આગલા મુકામ પર જાય છે.


વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું છે કે, પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેવા જાપાન જઈ રહ્યા છે. ક્વાડ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ક્વાડ કોન્ફરન્સમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે ક્વાડ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સકારાત્મક અને રચનાત્મક એજન્ડાના અમલીકરણ પર ભાર આપવાનો છે. કોન્ફરન્સ દરમિયાન આ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ છે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમજ ભવિષ્યમાં શું પગલાં લઈ શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે.


વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ક્વાડ કોન્ફરન્સમાં ઈન્ડો-પેસિફિક દેશોના ક્લાઈમેટ મોનિટરિંગ, ઈન્ડો-પેસિફિકમાં ડી-કાર્બોનાઇઝ્ડ ગ્રીન શિપિંગ નેટવર્ક બનાવવા, ક્લીન હાઈડ્રોજનનો ઉપયોગ કરવા તેમજ તેને વધુ સુલભ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. 24 મેના રોજ ટોક્યોમાં યોજાનારી સમિટમાં ક્વાડ લીડર્સ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પડકારો અને તકો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.


Nautapa 2022: સૂર્યની મોટી હિલચાલ સમગ્ર વિશ્વને દઝાડશે! આ ગરમી તો કઈ નથી, હજુ તો નૌતપાની આકરી ગરમી વેઠવાની છે બાકી


અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં આ બાબતો પર ચર્ચા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું છે કે ભારત-અમેરિકા સંબંધો બહુપક્ષીય છે. વેપાર, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા અને શિક્ષણથી લઈને ઉર્જા સુધીના ઘણા ક્ષેત્રોમાં અમારો લાંબા સમયથી ચાલતો સહયોગ સતત વધી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદીની બાઈડન સાથેની બેઠકમાં ચર્ચા થશે. સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.


જાપાની પીએમ સાથેની મુલાકાતમાં શું થશે?
વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વિદેશ સચિવે કહ્યું કે જાપાન આપણા અભિન્ન મિત્ર દેશોમાંથી એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાનના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. તેમણે કહ્યું કે આ બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થશે.


IPL 2022 Playoffs: હવે આ 4 ટીમો વચ્ચે હશે ઝગમગાતી ટ્રોફીની લડાઈ, ક્યારે કઈ ટીમની હશે મેચ, જાણો IPLનું હવે પછીનું ગણિત


પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના નવા પીએમને પાઠવ્યા અભિનંદન 
વિદેશ સચિવ ક્વાત્રાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન ક્વાડ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા એન્થોની અલ્બેનિસે દેશની કમાન સંભાળી લીધી છે. એન્થોની આલ્બેનીઝને અભિનંદન આપતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને વડાપ્રધાન તરીકે તમારી ચૂંટણી પર એન્થોની અલ્બેનીસને અભિનંદન! હું અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહિયારી પ્રાથમિકતાઓ તરફ કામ કરવા આતુર છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube