પાડોશી દેશને પ્રેમ ઉભરાયો! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનમાં ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ

ઈમરાન ખાને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ક્વોડનો ભાગ હોવા છતાં ભારતે અમેરિકાના દબાણને યોગ્ય રીતે સંભાળ્યું. તેના પ્રયાસોના આધારે તેણે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ પણ ખરીદ્યું. અમારી સરકાર પણ પાકિસ્તાનમાં આવું જ કંઈક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી હતી.

પાડોશી દેશને પ્રેમ ઉભરાયો! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનમાં ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ

નવી દિલ્હી: મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને મોદી સરકારે મોટી રાહત આપ્યા બાદ પાડોશી રાજ્યના લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે. આ સિલસિલામાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ખુલ્લેઆમ ભારત સરકારના એક નિર્ણયની પ્રશંસા કરી છે. ભારત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ઈમરાનની નજરમાં એટલા માટે શક્ય હતું કારણ કે ભારતની એક સ્વતંત્ર વિદેશ નીતિ છે. તેઓ અમેરિકાના દબાણમાં આવ્યા નહીં, તેમણે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદ્યું અને પછી પોતાના નાગરિકોને રાહત આપી.

ઈમરાન ખાને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ક્વોડનો ભાગ હોવા છતાં ભારતે અમેરિકાના દબાણને યોગ્ય રીતે સંભાળ્યું. તેના પ્રયાસોના આધારે તેણે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ પણ ખરીદ્યું. અમારી સરકાર પણ પાકિસ્તાનમાં આવું જ કંઈક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ બધું સ્વતંત્ર વિદેશ નીતિના આધારે થઈ શકે છે.

જો કે, ઈમરાન ખાને આ ટ્વિટ એવા સમયે કર્યું છે જ્યારે પાકિસ્તાનમાં મોંઘવારીનાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ત્યાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. રશિયા- યુક્રેન યુદ્ધ તેનું એક કારણ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે. દૂધથી લઈને શાકભાજી સુધી દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે પાકિસ્તાનમાં નવી સરકાર બની છે, શાહબાઝ શરીફ વડાપ્રધાન છે, પરંતુ જમીની પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી. આ મુદ્દાઓ પહેલા જ ચૂંટણી યોજવાની તલવાર લટકી રહી છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં થોડા દિવસો પહેલા ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. તેમના તરફથી સતત આક્ષેપો થતા હતા કે પાકિસ્તાનના રાજકારણમાં અમેરિકાની વધુ પડતી દખલગીરી છે અને તેથી જ તેમના દેશમાં સ્વતંત્ર વિદેશ નીતિ નથી. તેમની નજરમાં ભારતે એક સ્વતંત્ર વિદેશ નીતિ બનાવી છે, જેના કારણે તેમને કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે ઈમરાન તેને તે જ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે અને પોતાના જ દેશ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news