નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાજીપુરની મુલાકાતે છે. અહીં તેમણે મહારાજ સુહેલદેવ પર એક પોસ્ટલ ટિકિટ બહાર પાડી. આ સાથે જ ગાજીપુરમાં મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર વોટ માટે યોજનાઓ બનાવતી નથી. અમારી સરકાર મતો માટે જાહેરાતો કરતી નથી. રિબિન કાપવાની પરંપરાઓને અમે બદલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પર પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર ખુબ પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં લાખો ખેડૂતોના કરજમાફીનો વાયદો કર્યો હતો. પરંતુ માત્ર 800 ખેડૂતોના જ દેવા માફ થયાં. આ કેવો ખેલ, કેવો દગો છે. કોંગ્રેસના કરજમાફીના વચનનું શું થયું. કોંગ્રેસે ખેડૂતોને કરજમાફીનું ખોટું વચન આપ્યું. કોંગ્રેસે ખેડૂતોને કરજમાફીનો ખોટો વાયદો કર્યો. કોંગ્રેસે કરજમાફીની જગ્યાએ ખેડૂતોને જુઠ્ઠાણાની લોલીપોપ પકડાવી દીધી. લોલીપોપ પકડાવનારી કંપનીઓથી સતર્ક રહો. કોંગ્રેસના ખોટા વાયદાથી સતર્ક રહો. 


મહારાજા સુહેલદેવ પર ટપાલ ટિકિટ બહાર પાડી
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આજે મારા પ્રવાસ દરમિયાન પૂર્વાંચલને દેશનો એક મોટો મેડિકલ હબ બનાવવા, કૃષિ સંબંધિત રિસર્ચ માટે મહત્વપૂર્ણ સેન્ટર બનાવવા અને યુપીના લઘુ ઉદ્યોગોને મજબુત કરવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે મહારાજા સુહેલદેવજીના યોગદાનને નમન કરતા તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ લોન્ચ કરવામાં આવી છે. આ ટપાલ ટિકિટ લાખોની સંખ્યામાં દેશભરની પોસ્ટ ઓફિસના માધ્યમથી દેશના ઘરે ઘરે પહોંચશે. 


વીર વીરાંગનાઓની સ્મૃતિને મીટાવા દેશું નહીં
પીએમ મોદીએ કહ્યું કે મહારાજા સુહેલદેવ દેશના એવા વીરોમાંના છે કે જેમણે મા ભારતીના સન્માન માટે સંઘર્ષ કર્યો. મહારાજા સુહેલદેવ જેવા નાયક જેનાથી દરેક વંચિત, દરેક શોષિત પ્રેરણા લે છે, તેમનું સ્મરણ પણ બધાનો સાથ, બધાનો વિકાસ મંત્રને વધુ શક્તિ પ્રદાન કરે છે. પીએમ મોદીએ  કહ્યું કે દેસની એવા દરેક વીર- વીરાંગનાઓને, જેમને પહેલાની સરકારોએ  પૂરેપૂરું માન સન્માન નથી આપ્યું, તેમને નમન કરવાનું કામ અમારી સરકાર કરી રહી છે. કેન્દ્ર સરકારે દ્રઢ નિશ્ચય કર્યો છે કે જેમણે પણ ભારતની રક્ષા, સામાજિક જીવનને ઉપર ઉઠાવવામાં યોગદાન આપ્યું છે તેમની સ્મૃતિને મીટાવા દેશું નહીં. 


300 બેડની હોસ્પિટલ થશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડીવાર પહેલા જે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેનાથી આ ક્ષેત્રને આધુનિક ચિકિત્સા તો મળશે જ, ગાજીપુરમાં નવા અને મેઘાવી ડોક્ટરો પણ તૈયાર થશે. લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ કોલેજ બનીને તૈયાર થશે ત્યારે ગાજીપુર જિલ્લા હોસ્પિટલ 300 બેડની થઈ જશે. 


 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી અને ગાજીપુરના એક દિવસના પ્રવાસે રહેશે. પોતાના સંસદીય મતવિસ્તાર ક્ષેત્રમાં વડાપ્રધાન ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના દક્ષિણ એશિયાઈ  કેન્દ્ર સહિત 180 કરોડ રૂપિયાની 15 પરિયોજનાઓનું લોકાર્પણ  કરશે. 98 કરોડ  રૂપિયાની 14 પરિયોજનાઓનો શિલાન્યાસ પણ તેમના હાથે થશે. 


પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ 


- પીએમ મોદી બપોરે 12.20 વાગે હેલિકોપ્ટરથી આરટીઆઈ ગ્રાઉન્ડમાં બનેલા હેલિપેડ પર પહોંચશે. 
- અહીંથી બપોરે લગભગ 12.30 વાગે તેઓ કાર્યક્રમના સ્થળે પહોંચશે.
- કાર્યક્રમના સ્થળ પર મહારાજા સુહેલદેવ પર સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરશે. 
- ટિકિટ જારી કર્યા બાદ મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.
- પીએમ મોદી લગભગ એક વાગે જનસભાને સંબોધશે.
- બપોરે 1.35 વાગે તેઓ કાર્યક્રમના સ્થળેથી હેલિપેડ માટે રવાના થશે. 
- બપોરે 1.45 વાગે પીએમ નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી વારાણસી માટે રવાના થઈ જશે. 
- ગાજીપુર બાદ તેઓ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે રવાના થઈ જશે. 
- બપોરે 2.30 વાગે પીએમ મોદી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દેશને સમર્પિત કરશે. 
- 98 કરોડ  રૂપિયાની 14 પરિયોજનાઓનો શિલાન્યાસ પણ તેમના હાથે થશે.
- દીનદયાળ હસ્તકલા સંકુલમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
- પીએમ અહીં પૂર્વાંચલના લગભગ બે હજાર હસ્તશિલ્પકારો અને ઉદ્યમીઓ સાથે પણ સંવાદ કરશે. 
- આ દરમિયાન પીએમ મોદી બે હજાર કરોડ રૂપિયાના ઋણ ચેકનું પણ વિતરણ કરશે. 
- બપોરે લગભગ 3.45 વાગે ODOPની રિજીયોનલ સમિટમાં ભાગ લેશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...