સરકારે મધ્યમ વર્ગનું જીવન સરળ બનાવ્યું: જલંધરમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ જલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ ત્રણથી સાત જાન્યુઆરી સુધી ચાલવાનું છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (3 ડિસેમ્બર) પંજાબના જાલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ વાર્ષીક સમારંભમાં સમગ્ર દેશમાંથી આવેલા ટોપનાં વૈજ્ઞાનિકો ચર્ચા કરે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું વિજ્ઞાન અને ટેક્નોલોજીકલ સમાજ સાથે જોડાણ થયું છે. તેમણે કહ્યું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતનું અભિન્ન યોગદાન છે. શાસ્ત્રીજીએ આપણને જય જવાન જય કિસાનનો નારો આપ્યો. 20 વર્ષ પહેલા અટલજીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો.
20 વર્ષ પહેલા અટલજીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો. તેમણે આપણને પ્રતિસ્પર્ધા નહી કરવા, શ્રેષ્ઠતા દેખાડવાની છે. હાલમાં જ અમે અંતરિક્ષ ક્ષેત્રમાં અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે.
કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને ગંભીર બિમારીઓથી મુક્ત કરાવવાનો છે. ઇઝ ઓફ ડૂઇંગની સાથે ઇઝ ઓફ લિવિંગ પર કામ કરવાનું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને સામાન્ય લોકો સાથે જોડવાનું છે. અટલ ઇનોવેશન યોજના આગળ વધારવાનું સરકારનો ઇરાદો છે. તેમણે કહ્યું કે, ઉન્નત ભારત બનાવવા માટે આજે ભારતનું વિજ્ઞાનને મહત્વકાંક્ષી બનવું પડશે. આપણે માત્ર પ્રતિસ્પર્ધા નથી કરવાની, આપણે શ્રેષ્ઠતા દેખાડવી પડશે. આપણે માત્ર રિસર્ચ કરવા માટે રિસર્ચ નથી કરવાનું, પરંતુ પોતાનાં સંશોધનોને તે સ્તર પર લઇ જવાનાં છે.
જેમાં વિશ્વ તેની પાછળ ચાલે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખાવા પીવાની વસ્તુઓ મુદ્દે સ્વાસ્થય સુવિધાઓ સુધી, લોનથી માંડીને આવક સુધી, નવા એરપોર્ટ, નેશનલ હાઇવેઝથી માંડીને મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ સુધી, મોદી સરકારે દરેક પ્રકારે મધ્યમ વર્ગનાં જીવનને સુગમ અને સરળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે કૃષી વિજ્ઞાનમાં ઘણી પ્રગતી કરી છે. આપણી પેદાશ, ગુણવત્તા વધી છે પરંતુ ન્યૂ ઇન્ડિયાની જરૂરિયાતોને પુરી કરવા માટે વિસ્તારની જરૂર છે. બિગ ડેટા, આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન સાથે જોડાયેલી તમામ ટેક્નોલોજીની ઓછી કિંમતોમાં કારગર ઉપયોગ ખેતીમાં કઇ રીતે થાય, તે અંગે આપણું ફોકસ રહેવું જોઇએ.
ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું થીમ ભવિષ્યનું ભારત- વિજ્ઞાન અને ટેક્નોલોજી છે. તેનું આયોજન લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવી રહ્યું છે. અહીં 3થી7 જાન્યુઆરી સુધી ચાલશે. પીએમ મોદી જાલંધર બાદ બપોરે 2 વાગ્યે ગુરદાસપુરમાં એક રેલી સંબોધિત કરશે.