ટ્વીટરે સ્વીકારી પીએમ મોદીની વેબસાઇટના એકાઉન્ટ હેકની વાત, કહ્યું- થઈ રહી છે તપાસ
બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી.
પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ.
ટ્વીટરના પ્રવક્તા પ્રમાણે, અમે આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. પરંતુ હજુ સુધી તે જાણકારી નથી કે આ એકાઉન્ટ સિવાય કોઈ અન્ય એકાઉન્ટ પણ હેક થયા છે કે નહીં.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube