નવી દિલ્હીઃ કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલે પોતાનો સ્થાપના દિવસ મનાવવા જઈ રહી છે. જેને લઈને પાર્ટી તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના નેતા અરૂણ સિંહે એક પત્રકાર પરિષદમાં તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આવતીકાલે એટલે કે બુધવારે સવારે 10 કલાકે પીએમ મોદી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીથી લઈને ધારાસભ્યો પણ લેશે ભાગ
પાર્ટીના સ્થાપના દિવસ પર યોજાનાર કાર્યક્રમોની જાણકારી આપતા અરૂણ સિંહે જણાવ્યુ કે, ભાજપના તમામ મંડળોમાં, જિલ્લા કાર્યાલયોમાં ધ્વજારોહણ કરવામાં આવશે. સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. પ્રદેશોના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના મુખ્યાલય પર ધ્વજારોહણ કરશે અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. અહીં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. 


દેશમાં કેમ વધી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, સરકારે સંસદમાં આપ્યો જવાબ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube