આજે દેશવાસીઓ સાથે પીએમ મોદી કરશે 2019ની પ્રથમ ‘મન કી બાત’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (27 જાન્યુઆરી) દેશવાસીઓને તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રૂબરૂ થશે. તેમના મનની વાત કાર્યક્રમનો આ 52મી અને વર્ષ 2019ની પહેલી આવૃત્તિ હશે. પીએમ મોદી સવારે 11 વાગે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશનું સંબોધન કરશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (27 જાન્યુઆરી) દેશવાસીઓને તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રૂબરૂ થશે. તેમના મનની વાત કાર્યક્રમનો આ 52મી અને વર્ષ 2019ની પહેલી આવૃત્તિ હશે. પીએમ મોદી સવારે 11 વાગે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશનું સંબોધન કરશે.
વધુમાં વાંચો: કુંભ 2019: અખાડાઓમાં ભુલ કરવાની મળે છે આકરી સજા, હોય છે અનોખા નિયમ
આ પહેલા 30 ડિસેમ્બર 2018 એ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમનું 51મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓથી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં જવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિની ઘણી વાતો પર આપણે ગર્વ અનુભવ કરી શકીએ છે તેમાંથી એક છે કુંભ મેળો. મારી તમને વિનંતી છે કે જ્યારે તમે કુંભ જાઓ તો કુંભના જુદા-જુદા પાસાઓ અને તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર શેર કરો જેથી વધારેમાં વધારે લોકોને કુંભમાં જેવાની પ્રેરણા મળે.
વધુમાં વાંચો: ત્રિરંગા યાત્રા દરમિયાન મૃત્યુ પામેલ ચંદન ગુપ્તાની યાદમાં ચોક બનાવાશે: મંત્રીની જાહેરાત
આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, 2018નો આ અંતિમ કાર્યક્રમ છે. વર્ષ 2019માં આપણે ફરી મળીશું. ફરીથી મનની વાત કરીશું. પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષ 2018ને હમેશા યાદ કરવામાં આવશે. આ વર્ષે સરદાર વલ્લભ ભાઇ પટેલને સમર્પિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશને મળી છે. ભારતને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર મળ્યો છે. 2019માં ભારતની ઉન્નતીની આ યાત્રા આવી રીતે જ ચાલતી રહેશે અને દેશ નવી ઉંચાઇ પર પહોંચશે.