ત્રિરંગા યાત્રા દરમિયાન મૃત્યુ પામેલ ચંદન ગુપ્તાની યાદમાં ચોક બનાવાશે: મંત્રીની જાહેરાત

ત્રિરંગા યાત્રા દરમિયાન તોફાની તત્વોના હાથે મૃત્યુ પામેલા યુવક ચંદન ગુપ્તાની સ્મૃતીમાં કાસગંજનાં એક ચોકનું નામ રાખવામાં આવશે

ત્રિરંગા યાત્રા દરમિયાન મૃત્યુ પામેલ ચંદન ગુપ્તાની યાદમાં ચોક બનાવાશે: મંત્રીની જાહેરાત

કાસગંજ : ઉત્તરપ્રદેશ ગત્ત વર્ષે 26 જાન્યુઆરીએ ત્રિરંગા યાત્રા કાઢવા દરમિયાન તોફાનીનાં હાથે મરાયેલા કાસગંજના યુવક ચંદન ગુપ્તાની સ્મૃતિમાં અહી એક ચોકનું નામકરણ કરવામાં આવશે. કાસગંજના પ્રભારી મંત્રી સુરેશ પાસીએ શનિવારે ગણતંત્ર દિવસ સમારંભમાં તેમનાં પિતા સુશીલ ગુપ્તાને સન્માનિત કરતા ચંદન ચોક બનાવવાની જાહેરાત કરી હતી. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી પાસીએ કહ્યું કે, ચંદન ગુપ્તાની સ્મૃતી કાયમ રાખવા માટે કાસગંજ શહેરનાં એક ચોકનું નામકરણ તેનાં નામે કરવા મુદ્દે જિલ્લા તંત્ર દ્વારા મંજુરી મળી ચુકી છે. જેથી ચંદન ગુપ્તાનાં નામે ચોકનું નામ રાખવામાં આવશે. 

ગોળી વાગવાનાં કારણે થયું હતુ ચંદનનું મોત
ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી, 2018ની સવારે કાસગંજમાં વન્દેમાતરમ અને ભારત માતા કી જયનાં નારા લગાવતા હાથમાં ત્રિરંગો ઝંડો લઇને કેટલાક યુવાનો મોટરસાઇકલ દ્વારા સરઘસ કાઢી રહ્યા હતા. જો કે યાત્રા જેવી લઘુમતીઓનાં બહુમતીવાળા વિસ્તારમાં પહોંચી તો કેટલાક ઉપદ્રવી તત્વોએ બાઇક સવારો પર પથ્થરમારો કર્યો અને ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગમાં બે યુવકો અભિષેક ગુપ્તા ઉર્ફે ચંદન અને નૌશાદ ઘાયલ થઇ ગયા હતા. ઘાયલ ચંદનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ સુધી કાસગંજમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. 

ચંદન ગુપ્તા સંકલ્પ સંસ્થા સાથો જોડાયેલો હતો. ઘટનાવાળા દિવસે સંકલ્પ સંસ્થાએ આશરે 70-80 યુવા બાઇકો પર ત્રિરંગો લગાવીને નારા લગાવતા શહેરમાં પરિક્રમા કરી રહ્યા હતા. વડુનગર મહોલ્લામાં જ્યારે તેઓ પહોંચ્યા તો ત્યાં પહેલાથી જ જાતી વિશેષનાં લોકો એકત્ર હતા. તે લોકો ધ્વજારોહણ બાદ ભાષણ આપી રહ્યા હતા. રસ્તા મુદ્દે તે લોકો વચ્ચે વિવાદ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news