Pradhan Mantri Digital Health Mission: PM મોદી સોમવારે દેશવાસીઓને આપશે મોટી `ભેટ`, જાણો તમને શું લાભ થશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health Minister Mansukh Mandaviya)એ આ જાણકારી આપી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ની શરૂઆત કરશે. અત્રે જણાવવાનું કે તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM) કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health Minister Mansukh Mandaviya)એ આ જાણકારી આપી.
સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની જાહેરાત કરશે. જે હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે. જેમાં વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ હશે.
ધર્મ પરિવર્તન મામલે ચોંકાવનારો ખુલાસો! બ્રાહ્મણ યુવતીઓને કરાતી હતી ટાર્ગેટ, સાંભળો આ Audio
2020માં લોન્ચ થયો પાયલટ પ્રોજેક્ટ
અત્રે જણાવવાનું કે દેશમાં સ્વાસ્થ્ય સેવા વધુ સારી બનાવવા માટે પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ની જાહેરાત કરી હતી. જે હેઠળ 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NDHM ને પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યો હતો.
PM Modi's US Visit: લાંબી મુસાફરીમાં આ રીતે ફ્લાઈટમાં સમય પસાર કરે છે પીએમ મોદી, જુઓ PHOTO
તમને થશે સીધો ફાયદો
હેલ્થ હાઈડીની મદદતી કોઈ પણ વ્યક્તિના પર્સનલ હેલ્થનો રેકોર્ડ રાખવામાં આવશે. આ રેકોર્ડને ડોક્ટર વ્યક્તિની સહમતિથી દેખાડી શકશે. જેમાં વ્યક્તિના ડોક્ટરો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને લેબ જેવા તમામ રેકોર્ડ્સ હશે. તેના દ્વારા જો કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર તેની હેલ્થ આઈડીની મદદથી એ જાણી લેશે કે તેણે ક્યારે ક્યારે ડોક્ટરને દેખાડ્યું છે અને સાથે સાથે તેણે ક્યારે કઈ દવાઓ લીધી છે અને તેને કઈ બીમારી અગાઉ થઈ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube