PM Modi's US Visit: લાંબી મુસાફરીમાં આ રીતે ફ્લાઈટમાં સમય પસાર કરે છે પીએમ મોદી, જુઓ PHOTO

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું.

PM Modi's US Visit: લાંબી મુસાફરીમાં આ રીતે ફ્લાઈટમાં સમય પસાર કરે છે પીએમ મોદી, જુઓ PHOTO

વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોંચ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે. 

ટ્વીટ થઈ રહી છે વાયરલ
આ અગાઉ પીએમ મોદીએ એક તસવીર શેર કરીને જણાવ્યું કે લાંબી મુસાફરીમાં તેઓ ફ્લાઈટમાં કેવી રીતે સમય પસાર કરે છે. પીએમ મોદીએ મુસાફરી દરમિયાન ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે. પીએમ દ્વારા ટ્વીટ કરાયેલી તસવીરમાં પીએમ મોદીના હાથમાં ફાઈલો જોવા મળી રહી છે. ફાઈલો સાથે પીએમના હાથમાં એક પેન પણ છે. પીએમ મોદીએ આ તસવીર સાથે એક કેપ્શન પણ આપી છે. તેમણે કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જોવાની તક મળી જાય છે. 

— Narendra Modi (@narendramodi) September 22, 2021

લોકોએ કહ્યું-સલાહ માનીશું
પીએમ મોદીએ લખ્યું કે જ્યારે તમારી ફ્લાઈટ લાંબા અંતરની હોય તો તમે તે સમયનો ઉપયોગ તમારા પેપર અને ફાઈલ વર્ક પૂરા કરવા માટે કરી શકો છો. પીએમ મોદીની આ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા મોટાભાગના લોકોએ આ સલાહને પોતાના જીવનમાં લાગૂ કરવાની પણ વાત કરી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news