લખનઉ: વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે કાનપુર (Kanpur)માં યોજાનારી નેશનલ ગંગા કાઉન્સિલ (National Ganga Council)ની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. 'નમામી ગંગે' પ્રોજેક્ટ (Namami Gange Project)ની સમીક્ષા કરનાર અને પવિત્ર નદી પર યોજનાના પ્રભાવને જોવાના ઉદ્દેશ્યથી નરેંદ્ર મોદી કાનપુરમાં ગંગા નદી (Ganga River)માં નૌકાયાન પણ કરશે. બેઠકમાં ભાગ લેવા માટે 12 કેંદ્વીય મંત્રી, 9 કેંદ્વીય વિભાગોના સચિવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને બિહારના મુખ્યમંત્રીને શુક્રવારે કાનપુર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે એવી સંભાવના છે કે બે રાજ્યો, જ્યાંથી ગંગા નદી પસાર થાય છે, એટલે કે પશ્વિમ બંગાળ (West Bengal) અને ઝારખંડ, ત્યાંના મુખ્યમંત્રી શનિવારે થનારી આ બેઠકનો ભાગ નહી બને. એક તરફ જ્યાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હજુસુધી બેઠકમાં આવવાની માટે હા પાડી નથી, તો બીજી તરફ ઝારખંડ (Jharkhand)માં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, જેથી રાજ્યના મુખ્યમંત્રી રઘુબર દાસ કદાચ જ આવશે. 


પોતાની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી 'નમામી ગંગે' પ્રોજેક્ટને લઇને કેટલીક જાહેરાતો કરી શકે છે. આ પ્રોજેક્ટ ગત કેટલાક વર્ષોમાં નદીના પાણીને શુદ્ધ કરવામાં નિષ્ફળ રહી છે. કાનપુરમાં યોજાનારી આ બેઠક બાદ વડાપ્રધાન નૌકાવિહાર કરશે. ગોમુખથી ગંગાસાગર સુધી વહેનાર આ નદીનો કાનપુરમાં પડનાર ભાગ સૌથી વધુ પ્રદૂષિત ગણવામાં આવે છે. 


તેનાથી એ સ્પષ્ટ સંદેશ મળે છે કે સરકાર આ પ્રોજેક્ટને લઇને ગંભીરત દાખવી રહી છે. ભાજપના એક સૂત્રના હવાલેથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો કેસ પુરો થયા બાદ સરકારની મુખ્ય યોજનામાંથી એક 'નમામી ગંગે' પણ છે. 


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ગુરૂવારે કાનપુર આવેલા શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે કહ્યું કે કાનપુરમાં નદીમાં 16 નાળાથી વહેનાર 300 એમએલડીને ગુરૂવારે રાતથી સ્થાપી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે નદીઓમાં પ્રદૂષક તત્વોને ડાળવા ગટર અને નાળાઓ બંધ થવાથી નદીના જળમાં ઉલ્લેખનીય પરિવર્તન જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube