5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કરશે PM મોદી, મુકશે પ્રથમ ઇંટ
અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ દરબારમાં શુભ ઘડી આવી ગઇ છે. 5 ઓગસ્ટને રાહ જોવાઇ રહી છે. જ્યારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યા જશે અને રામ મંદિર (Ram Temple)નો શિલાન્યાસ કરશે.
નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ દરબારમાં શુભ ઘડી આવી ગઇ છે. 5 ઓગસ્ટને રાહ જોવાઇ રહી છે. જ્યારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યા જશે અને રામ મંદિર (Ram Temple)નો શિલાન્યાસ કરશે. પીએમ મોદી મંદિરની પહેલી ઇંટ મુકશે અને મંદિર નિર્માણ શરૂ થઇ જશે. 500 વર્ષ થઇ ગયા. ભગવાન રામને તેમની જન્મભૂમિ પર તેમનું ફ્હર, તેમનું મંદિર ન મળ્યું. જ્યારે શ્રીરામે રાવણનો વધ કરીને લંકા પર વિજય મેળવ્યો હતો. ત્યારે લક્ષ્મણે તેમને પૂછ્યું હતું કે લંકા સોની છે? આપણે વિજયી થયા છીએ, તો કેમ તમે લંકાના રાજ ન બનો. ત્યારે શ્રીરામે કહ્યું હતું.
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
જેનું અનુવાદ છે, '' લક્ષ્મણ! જો આ લંકા સોનાની બની છે, તો પછી તેમાં મારી કોઇ રૂચિ નથી. કારણ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.''
રામ મંદિરના શિલાન્યાસનું મુહૂર્ત નક્કી થઇ ગયું છે. તૈયારીઓ ચાલે રહી છે. ઝી ન્યૂઝ તમને રામ મંદિર સાથે સંકળાયેલ દરેક ખબર સૌથી પહેલાં પહોંચાડી રહ્યું છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર અયોધ્યામાં રામ મંદિર સાથે રામકથા કુંજ પાર્ક, ખોદકામમાં મળેલા અવશેષોનું સંગ્રહાલય અને શેષાવતાર મંદિર પણ બનાવવામાં આવશે.
સૂત્રોના અનુસાર રામ મંદિરનો પાયો 15 ફૂટ ઉંડો હશે. તેમાં 8 લેયર હશે અને દરેક લેયર પર 2-2 ફૂટનું હશે. પાયામાં લોખંડનો ઉપયોગ નહી થાય. તેને ફક્ત કોક્રિટ અને મોરંગથી તૈયાર કરવામાં આવશે. રામલલાનું મંદિર 10 એકરમાં બનશે. બાકી 57 એકર ભૂમિમાં રામ મંદિર પરિસર હશે. મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. નક્ષત્ર વાટિકામાં 27 નક્ષત્રના વૃક્ષ લગાવવામાં આવશે.
રામ મંદિરમાં લગાવવામાં આવનાર શિલાઓને નક્શીકામ કર્યા બાદ હવે ધોવાનું કામ શરૂ થઇ ગયું છે. મંદિરના જૂના માપ મુજબ 1 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટ પત્થરોની જરૂર હતી. લગભગ એક લાખ સ્ક્વેર ફૂટ પત્થર તૈયાર થઇ ચૂક્યા છે. બાકી બચેલા પત્થરોને રામ મંદિરમાં જ નક્શીકામ કરવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષ્વેત્ર ન્યાસના સભ્ય સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું પાંચ ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન સમારોહમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓને પણ જરૂર આમંત્રિત કરવામાં આવશે. સ્વામી ગોવિંદ દેવગિરી મહારાજે કહ્યું કે 'વડાપ્રધાનમંત્રીએ રામ મંદિરના ભૂમિ પૂજન માટે પાંચ ઓગસ્ટના રોજ અયોધ્યા આવવા માટે સમારોહ સહમત થઇ ગયા છે. ત્યાં લગભગ દોઢ કલાક રોકાશે. આ પહેલાં આ અટકળો હતી કે તે ડિજિટલ માધ્યમથી સમારોહમાં ભાગ લેશે. પરંતુ મેં આગ્રહ કર્યો કે તે વ્યક્તિગત રીતે હાજર રહે.
સ્વામી ગોવિંદને કિશોરજી વ્યાસના નામે પણ ઓળખવામાં આવે છે. પૂછવામાં અવતાં શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભૂમિ પૂજન સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે, તેમણે કહ્યું કે તેમને જરૂર આમંત્રિત કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube