નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદાર દાસ મોદી (Narendra Modi)નો આજે 69મો જન્મદિવસ છે. સમગ્ર દેશમાં આજે પીએમ મોદીના જન્મદિવસ પર જુદા-જુદા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. BJP પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવી રહી છે. ભાજપ કાર્યકર્તા દેશના તમામ જિલ્લામાં પોતાના નેતાના જન્મદિવસને ઉજવી રહ્યાં છે. દેશ જ નહીં દુનિયાથી પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જાણો, PM મોદીના જન્મદિવસને ‘સેવા સપ્તાહ’ તરીકે કેમ ઉજવી રહી છે BJP


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. અમિત શાહે લખ્યું કે, ‘દ્રઢ ઇચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ અને અથાગ પરિશ્રમના પ્રતીક દેશના સ્વાધિક લોકોપ્રિય નેતા વડાપ્રધાન શ્રી@narendramodi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.’


તમને જણાવી દઇએ પીએમ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી નંબર ગેમ:-
- 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મ
- 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત CM પદના શપથ લીધા
- 2001થી સતત 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં
- 21 મે 2014ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું
- કુલ 4610 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં
- 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદના શપથ લીધા
- 30 મે 2019ના રોજ ફરીથી પીએમ પદના શપથ લીધા
- 69માં જન્મદિવસ પર 1940 દિવસ PM રહી ચુક્યા છે
- ટ્વિટર પર 5 કરોડથી વધુ ફોલોઅર્સ
- ફેસબુક પર લગભગ 4.5 કરોડ ફોલોઅર્સ
- ઇન્સ્ટાગ્રામ પર 2.83 કરોડ ફોલોઅર્સ


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...