close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જાણો, PM મોદીના જન્મદિવસને ‘સેવા સપ્તાહ’ તરીકે કેમ ઉજવી રહી છે BJP

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 69માં જન્મદિવસ પર પ્રદેશ ભાજપ સમગ્ર દિલ્હીમાં સેવા સપ્તાહ તરીકે ઉજવવાની સાથે સાથે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવા જઇ રહી છે

Ketan Panchal - | Updated: Sep 17, 2019, 08:49 AM IST
જાણો, PM મોદીના જન્મદિવસને ‘સેવા સપ્તાહ’ તરીકે કેમ ઉજવી રહી છે BJP

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 69માં જન્મદિવસ પર પ્રદેશ ભાજપ સમગ્ર દિલ્હીમાં સેવા સપ્તાહ તરીકે ઉજવવાની સાથે સાથે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવા જઇ રહી છે. આ કાર્યક્રમોની વિગતો જણાવતા ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જમાવ્યું કે તમામ 14 જિલ્લાના 280 મંડળોમાં કાર્યક્રમ કરવામાં આવશે. તમામ સાંસદ, ધારાસભ્ય, જિલ્લાધ્યક્ષ, નિગમ પાર્ષદ, મંડળ અધ્યક્ષ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યક્રમમાં ભાગ લેશે. ઇન્ડિયા ગેટ પર નમો પ્રદર્શનનું આયોજન  કરવામાં આવશે જેમાં મોદીજીના જીવનના વિભિન્ન પાસાઓને દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો:- PM નરેન્દ્ર મોદી: જેના નિર્માણ માટે કર્યા હતા ઉપવાસ હવે જન્મ દિવસે કરશે પુજા

મનોજ તિવારીએ જણાવ્યું કે, આ પ્રદર્શનમાં સામાન્ય જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઇને અત્યાર સુધી અને ગુજરાતથી લઇને દિલ્હી સુધીની રાજકીય સફર અને સેવાના કાર્યક્રમોની જાણકારી ચિત્રોના માધ્યમથી આપવામાં આવશે. સાથે જ દેશ વિદેશોમાં તેમને મળેલા માન સન્માન તેમજ ઉપલબ્ધિઓને જનતાની સાથે શેર કરવામાં આવશે.

આ પણ વાંચો:- 4 દિવસ બેન્ક હડતાળઃ મહિનાના અંતિમ દિવસોમાં રોકડની અછત સર્જાવાની શક્યતા

આ પ્રદર્શન સાપ્તાહિક હશે. જે આજથી 17 સપ્ટેમ્બર 2019થી  શરૂ થઇને 23 સપ્ટેમ્બર 2019 સુધી સમાન્ય જનતા માટે ખુલ્લુ રહેશે અને દરરોજ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તિવારીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દિલ્હી પ્રદેશ યુવા મોરચા આજે રાત્રે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની એકતા તેમજ અખંડતા માટે કાશ્મીરથી સંબંધિત કલમ 370 તેમજ 35Aની સમાપ્તિના ઐતિહાસિક નિર્ણયને તેઓ તેમના 69માં જન્મદિવસને શક્તિ દિવસ તરીકે ઉજવશે.

આ પણ વાંચો:- પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી

દિલ્હી પ્રદેશના તમામ 14 જિલ્લા તેમજ 280 મંડળોમાં યજ્ઞ, હવન, સ્વચ્છતા કાર્યક્રમ, સ્વાસ્થ્ય તપાસ શિબિર, વિશાલ ભંડારાનું આયોજન કરવામાં આવશે. તિવારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સંપૂર્ણ જીવન દેશને સમર્પિત કર્યું છે. એટલા માટે તેમના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે દેશના અભાવગ્રસ્ત લોકોની સેવાના ઉદેશ્યથી મનાવવામાં આવે છે.

આ પણ વાંચો:- પ્રયાગરાજમાં મળી મહાભારતના સમયની સુરંગ, શું પાંડવો અહીંથી જ નિકળ્યા હતા ?

તેમની ઉત્સાહી વિચારસરણી અને દેશ માટે 24 કલાક, સાત દિવસ કામ કરવાની ક્યારે ના સમાપ્ત થનાર ઉર્જાથી તેમણે ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનો સંકલ્પ લીધો છે. દેશના 130 કરોડ લોકોના આદેશ, પ્રેમ અને આશીર્વાદ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કવચ બનીને હંમેશા તેમની સાથે રહે છે.

આ પણ વાંચો:- શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક

તિવારીએ જણાવ્યું કે, મોદીજી દ્વારા સકારાત્મક વિચારોની સાથે દેશ હિત માટે ચલાયેલા તેમના અભિયાનોને દરેક ભારતીયએ તેમનું કર્તવ્ય સમજ્યું અને તેનું પાલન કર્યું છે. સ્વચ્છતાનો સંદેશ આપ્યો તો લોકોએ તેને અભિયાનને સમગ્ર ભારતમાં જન જાગરણની જેમ ફેલાવી દીધું. બેટી બચોવો, બેટી પઢાવો અભિયાનને આગળ વધારવા માટે સરકારે ઐતિહાસિક પગલું ઉઠાવ્યું હતું.

આ પણ વાંચો:- 9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર

દેશન સ્વસ્થ રાખવા માટે યોગનો સંદેશ આપ્યો તો વિશ્વએ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરી દીધી છું. પર્યાવરણ માટે અભિશ્રાપ બનેલ પ્લાસ્ટિકની સામે મુહિમ છેડી તો આજે દેશ પોતાની જાતને પ્લાસ્ટિકથી મુક્ત કરવાની તરફ આગળ વધી રહી છે. દેશને આવા વ્યક્તિત્વ, આવા નેતૃત્વ પહેલીવખત મળ્યું છે. જે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...