અયોધ્યા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગે અયોધ્યા પહોંચશે. ભૂમિ પૂજન કાર્યક્રમ 3 થી 4 કલાક ચાલશે. ભૂમિ પૂજન કાર્યક્રમ માટે કાશીથી પૂજારી બોલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યેને 10 મિનિટ સુધી અયોધ્યામાં રહેશે. 5 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ થશે.  રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રધાનમંત્રીને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિર નિર્માણની એ મંગળ ઘડી આવી પહોંચી છે. જેની દેશ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી મહિનાની 5 ઓસ્ટના રોજ રામ મંદિર માટે ભૂમિ પૂજનનું શુભ મુહૂર્ત આવ્યું છે. રામ મંદિરના સંકલ્પને સાકાર કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે તેનું ભૂમિ પૂજન થશે. 


રામ મંદિરની ઊંચાઈ વધારવામાં આવશે
રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં જે પ્રમાણે નક્કી થયું છે તે મુજબ રામ મંદિરની ઊંચાઈ વધારવામાં આવશે. અગાઉ મંદિરની ઊંચાઈ 128 ફૂટ નક્કી હતી. જે હવે વધારીને 161 ફૂટ કરવામાં આવશે. આ ઉપરાંત હવે ગર્ભગૃહની આસપાસ 5 ગુંબજ બનાવવામાં આવશે. ટ્રસ્ટની બેઠકમાં નક્કી થયુ છે કે રામ મંદિરનું નિર્માણ 3 વર્ષની અંદર પૂરું કરવામાં આવશે. એટલે કે 2023 સુધીમાં અયોધ્યામાં દુનિયાના સૌથી ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ જશે. રામ મંદિર માટે હજુ પથ્થર પૂરા નથી. પથ્થરોની આપૂર્તિ માટે શ્રવણ કમિટીની રચના કરવામાં આવશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube