નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું, "અમારા બહાદુર #ExamWarriors (પરીક્ષા યોદ્ધાઓ) પરીક્ષા માટે તૈયારીઓ કરી લો, ફરી એક વાર 'પરીક્ષા પે ચર્ચા 2021' આ વખતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાશે અને આખા વિશ્વના વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકશે, આવો આપણે પરીક્ષામાં સ્મિત સાથે અને તણાવ વગર ઉપસ્થિત રહીએ ! #PPC2021


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકપ્રિય માંગના આધારે ‘પરીક્ષા પે ચર્ચા 2021’ માં માતાપિતા અને શિક્ષકો પણ સામેલ રહી શકશે. આમાં આનંદથી ભરપૂર ચર્ચા થશે સાથે ગંભીર વિષયો પણ આવરી લેવામાં આવશે. હું મારા વિદ્યાર્થી મિત્રો, તેમના અદ્ભુત માતાપિતા અને મહેનતુ શિક્ષકોને મોટી સંખ્યામાં  #PPC2021 માં ભાગ લેવા આહ્વાન કરું છું."

Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube